Mumbai : દહિસર વિસ્તારમાં આવેલી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ઈમારતમાં શનિવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. તેમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
તસવીર સૌજન્ય: નિમેશ દવે
મુંબઈ (Mumbai)ના દહિસર વિસ્તારમાં આવેલી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ઈમારતમાં શનિવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર રાત્રે 11.10 વાગ્યે આગ લાગવાની શરૂઆત થઈ હતી. તેમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ આગ લાગવાની ઘટનાની જાણ BMCના મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી હતી.
દહિસર પૂર્વમાં ગ્રાઉન્ડ-પ્લસ-એક માળની ઔદ્યોગિક વસાહતની બિલ્ડીંગ આવેલી છે. આ જ ઇન્ડસ્ટ્રિયલ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી. BMCએ આ દુર્ઘટના વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઘટના એસવી રોડ, દહિસર ઈસ્ટ પાસે વર્ધમાન ઈન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીમાં બની હતી.
ADVERTISEMENT
આગ ઇન્ડસ્ટ્રિયલ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી ઉપરાંત આ આગ પહેલા માળે ત્રણથી ચાર ગાલા સુધી પ્રસરી હતી. આ દુર્ઘટનામાં અંદાજે આઠથી નવ એલપીજી સિલિન્ડરો ગાલાઓમાંથી દૂર કરવામાં આવ્યા હતા. એમ સિવિક બોડીએ જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર આ આગ "લેવલ-2" માનવામાં આવે છે. શનિવારે મોડી રાત્રે લાગેલી આ આગને રવિવારે સવારે 6.10 વાગ્યા સુધીમાં કાબુમાં લેવામાં આવી હતી. આગ ફાટી નીકળ્યા બાદ સાત ફાયર એન્જિન, છ જમ્બો ટેન્કર, એક પાણીનું ટેન્કર, એક એમ્બ્યુલન્સ અને અન્ય સહાય કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ જણાવ્યું હતું કે અગાઉ શનિવારે પણ મુંબઇ (Mumbai)માં એક ભીષણ આગની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર દક્ષિણ મુંબઈ (Mumbai)માં ગિરગાંવમાં એક બહુમાળીમાં ઇમારતમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાંથી 27 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ આગ બપોરે 2:25 વાગ્યે લાગી હતી અને 15 મિનિટ પછી 2:40 વાગ્યે કાબૂમાં કરવામાં આવી હતી. મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આગમાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી.
ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે "આગ સિક્કા નગરમાં ગ્રાઉન્ડ-પ્લસ-14 માળની ઇમારતના પહેલા માળે એક ડક્ટમાં ફાટી નીકળી હતી. આગને કારણે ખૂબ જ ધુમાડો ફેલાયો હતો પરંતુ આ ઘટનામાંથી 17 મહિલાઓ, પાંચ પુરૂષો અને પાંચ બાળકો સહિત 27 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.”
આ આગ વાયરિંગ અને ડક્ટમાં પાવર ઇન્સ્ટોલેશન સુધી ફેલાઈ હતી. ટેરેસનો દરવાજો ખોલ્યા પછી વિવિધ માળના રહેવાસીઓની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી એમ ફાયર બ્રિગેડે જણાવ્યું હતું. અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના ગિરગાંવના ડૉ. દેશમુખ લેન પાસે ગણેશ કૃપા CHS ખાતે બની હતી. MFB અગ્નિશામકોએ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. અગ્નિશામકોએ આગના વધુ વધારાને ઘટાડવા માટે ઇલેક્ટ્રિક સપ્લાય કાપી નાખ્યો હતો.


