° °

આજનું ઇ-પેપર
Tuesday, 06 December, 2022


Mumbai Crime:મલાડમાં પિતાએ કરી 6 વર્ષના પુત્રની હત્યા, ધારદાર હથિયારથી આપ્યો અંજામ

22 November, 2022 10:28 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈ પોલીસ(Mumbai Police)એ જણાવ્યું કે લક્ષ્યનું ગળું કોઈ ધારદાર હથિયારથી કાપવમાં આવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર Crime News

પ્રતીકાત્મક તસવીર

સમગ્ર ભારતમાં દિન-પ્રતિદિન ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ક્યાંક હત્યા કરી લાશના ટુકડા કરી ફેંકવામાં આવી રહ્યાં છે તો ક્યાંક ઘરના લોકો જ ઘાતકી બની જીવ લઈ રહ્યાં છે. ત્યારે મુંબઈ(Mumbai)માં પણ ચોંકાવનારી ઘટના સામે આવી છે. મલાડ(Malad)માં એક પિતાએ ક્રુરતાની તમામ હદ પર કરી પોતાના 6 વર્ષ બાળકને (Father Kills Son)મોતને ઘાટ ઉતાર્યો છે. મળતી માહિતી અનુસાર આરોપી પિતાએ પત્ની સાથે ઝઘડો થયા બાદ રોષે ભરાઈ માસુમ બાળકની હત્યા કરી નાખી હતી. આ ઘટના શનિવારે સવારે મલાડમાં બની હતી. 

મળતી માહિતી પ્રમાણે આરોપી નંદન અધિકારીનો પોતાની પત્ની સુનીતા સાથે ઝઘડો થયો હતો, ત્યાર બાદ તે ગુસ્સા પર નિયંત્રણ ન રાખી શક્યા અને 6 વર્ષના પુત્ર લક્ષ્યને મોતને ઘાટ ઉતારી દીધો. શનિવારે સુનીતા પોતાની 13 વર્ષની પુત્રીને શાળાએ છોડવા ગઈ હતી. જ્યારે તે ઘરે પરત ફરી તો જમીન પર દીકરો લક્ષ્ય લોહીથી લથપથ હાલતમાં પડ્યો હતો. 

મુંબઈ પોલીસ(Mumbai Police)એ જણાવ્યું કે લક્ષ્યનું ગળું કોઈ ધારદાર હથિયારથી કાપવમાં આવ્યું હતું. માલવની પોલીસે આરોપી નંદન અધિકારીની ધરપકડ કરી લીધી છે અને તેના વિરુદ્ધ આઈપીસી ધારા 302 કલમ હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે બાળકનો મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને પરિવારને સોંપી દીધો છે. 

આ પણ વાંચો:Crime News: શ્રદ્ધા બાદ હવે આયુષીની હત્યા, પણ શું આ ઘટનામાં બાપ બન્યો હત્યારો?

પોલીસે કહ્યું કે આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે તેની પત્ની સાથે કોઈ બાબતને લઈને હંમેશા ઝઘડો થતો હતો. પોલીસ આ મામલે આગળ વધુ તપાસ કરી રહી છે.  

22 November, 2022 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Mumbaiમાં 5થી 7 ડિસેમ્બર સુધી આ રસ્તા કરવામાં આવ્યા બંધ

ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 66મી પુણ્યતિથિ એટલે કે મહાપરિનિર્વાણ દિવસના અવસરે મુંબઈ ટ્રાફિક પોલીસે ટ્રાફિકમાં ફેરફાર કર્યા છે.

05 December, 2022 09:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Mumbai: રસ્તા પર તલવાર લઈને નીકળેલા યુવાનને મહિલાએ માર્યો લાફો, જાણો કારણ

મુંબઈમાં જૂનું વેર વાળવા મામલે એક શખ્સ તલવાર લઈને પહોંચ્યો. પોલીસે કેસ નોંધ્યો છે. યુવકનો વીડિયો પણ વાયરલ થયો છે.

05 December, 2022 02:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Mumbai:વેબ સિરીઝની આડમાં પોર્ન ફિલ્મો બનાવતા રેકેટનો પર્દાફાશ, એકની ધરપકડ

આ સંબંધમાં પોલીસે નિર્માતા અને દિગ્દર્શક યાસ્મીન ખાન સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

05 December, 2022 02:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK