Mumbai Chembur Cylinder Blast: ચેમ્બુર વિસ્તારમાં ગંભીર અકસ્માત થયો છે. અહીં એક એલપીજી સિલિન્ડમાં વિસ્ફોટ થવાથી નવ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે.
ચેમ્બુરમાં લાગી આગ (પ્રતીકાત્મક તસવીર)
Mumbai Chembur Cylinder Blast: ચેમ્બુર વિસ્તારમાં ગંભીર અકસ્માત થયો છે. અહીં એક એલપીજી સિલિન્ડમાં વિસ્ફોટ થવાથી નવ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના લગભગ સવારે સાડા સાત વાગ્યે ચેમ્બુરના સીજી ગિડવાની માર્ગ પર આવેલા એક માળીય ઘરમાં ઘટી છે. વિસ્ફોટ બાદ ઘરમાં આગ લાગી ગઈ અને વિસ્ફોટના પ્રભાવથી ઈમારત ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે.
View this post on Instagram
ADVERTISEMENT
ઘરમાં લાગી આગ, ઈજાગ્રસ્તોમાં બે સગીર
Mumbai Chembur Cylinder Blast: એક અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ ઘરમાં આગ લાગી ગઈ અને વિસ્ફોટના પ્રભાવથી ઘર પણ ધસી પડ્યું છે. તેમણે જણાવ્યું કે ઈજાગ્રસ્તોમાં બે સગીર પણ છે. તેમણે જણાવ્યું કે બધા ઈજાગ્રસ્તોને ગોવંડી વિસ્તારમાં નાગરિક સંચાલિત શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ચેમ્બુરમાં ગૉલ્ફ ક્લબ પાસે સ્મોક હિલ સલૂન ચલાવતા અને દુકાનની પાછળના ભાગમાં જ રહેતા લિમ્બચિયા પરિવારના ઘરમાં ગઈ કાલે સવારે લીક થયેલો ગૅસ ધડાકા સાથે ફાટ્યો હતો અને આગ લાગી હતી. એ ધડાકો એટલો મોટો હતો કે તેમનું એક માળનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં લિમ્બચિયા પરિવારના આઠ જણને ઈજા થઈ છે, જેમાંથી ૪ જણ ગંભીર છે. એ સાથે જ અન્ય એક વ્યક્તિ પણ આ ઘટનામાં ઘાયલ થઈ છે. ઘાયલ લોકોને ગોવંડીની શતાબ્દી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ગૅસ લીક થવાને કારણે આગ લાગવાની આ ઘટના ગઈ કાલે સવારે ૭.૩૭ વાગ્યે બની હતી. આ ઘટના વિશે માહિતી આપતાં આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક મહાદેવ શંકર શિવગને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ દુર્ઘટનામાં ગૅસ-સિલિન્ડરનો બ્લાસ્ટ થયો હોવાનું કહેવાતું હતું, પણ સિલિન્ડરનો બ્લાસ્ટ થયો નથી. ગૅસ લીક થયો હતો અને એ ફાટતાં આગ લાગી હતી તથા સ્ટ્રક્ચર તૂટી પડ્યું હતું. એ સલૂન પણ તેમનું જ છે. આગળ સલૂન છે અને પાછળ પરિવાર રહેતો હતો. ઘરમાં ઍર-કન્ડિશનર લાગ્યું હતું, પણ વેન્ટિલેશન નહોતું. દુકાનનું શટર પણ તૂટી ગયું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કર્મચારીઓએ સ્પૉટ પર બ્લાસ્ટ પછી જે જોખમી દીવાલો હતી એ તોડી પાડી હતી અને અત્યારે એ કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ઘટનામાં બે બાળકો, એક છોકરો અને એક છોકરી દાઝ્યાં છે; પણ તેમને ઈજા ઓછી છે. પરિવારના ચાર સભ્યો વધુ દાઝ્યા છે તેમને હાલ શતાબ્દી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.’