અટલ સેતુના નવી મુંબઈ તરફના રસ્તા પર બે કિલોમીટરના પૅચ પર વરસાદને કારણે નુકસાન થયું છે
અટલ સેતુ
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ અટલ સેતુના કૉન્ટ્રૅક્ટરને એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યા બાદ અટલ સેતુના સમારકામ માટે પાંચ દિવસનો સમય આપ્યો છે.
મુંબઈ અને નવી મુંબઈને જોડતા સેતુ પર ઉદ્ઘાટનના દોઢ જ વર્ષમાં ખાડા પડી ગયા હોવાનું જણાયું છે. ઍડિશનલ મેટ્રોપૉલિટન કમિશનર વિક્રમ કુમારની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી રિવ્યુ મીટિંગમાં અટલ સેતુના કૉન્ટ્રૅક્ટર તાતા પ્રોજેક્ટ્સ અને દેવુના જૉઇન્ટ વેન્ચરને પાંચ દિવસમાં અટલ સેતુના ખાડાવાળા રોડનું સમારકામ કરવાનો આદેશ આપ્યો છે.
અટલ સેતુના નવી મુંબઈ તરફના રસ્તા પર બે કિલોમીટરના પૅચ પર વરસાદને કારણે નુકસાન થયું છે. વરસાદ બાદ આ રસ્તાનું સમારકામ હાથ ધરવાની યોજના હતી, પણ એ પહેલાં જ હાઈ ગ્રેડનું મટીરિયલ વાપરીને આ રસ્તાને લાંબા સમય માટે ટકાઉ બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે.


