માટુંગાની આર. એ. પોદાર કૉલેજની મુસ્કાન ફોફલિયા ૯૬.૩૩ ટકા સાથે કૉલેજમાં હાઈ-સ્કોરર છે અને તે સી.એ. બનવા માગે છે

સિમ્પલ અને સ્ટ્રેસ-ફ્રી સ્ટડી કરો
મુંબઈ : નવી મુંબઈના ઐરોલીમાં રહેતી મુસ્કાન ફોફલિયાએ દસમા ધોરણમાં ૯૯.૦૨ ટકા મેળવ્યા હતા. તે પહેલેથી જ સ્ટડીમાં આગળ રહે છે. આ વખતે પણ માટુંગાની આર. એ. પોદાર કૉલેજમાં ભણતી મુસ્કાન એચએસસીની કૉમર્સ સ્ટ્રીમમાં ૯૬.૩૩ ટકા મેળવીને કૉલેજની હાઈ-સ્કોરર બની છે. સિમ્પલ અને સ્ટ્રેસ-ફ્રી સ્ટડી કરવામાં
માનતી મુસ્કાન ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા માગે છે.
પોતાના અભ્યાસ વિશે માહિતી આપતાં મુસ્કાને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારા પપ્પા સી.એ. છે અને મારો ભાઈ પણ સી.એ.ના લાસ્ટ યરમાં છે એટલે મને તેમના પરથી પ્રેરણા મળી હતી. એથી મેં પહેલેથી જ આ ફીલ્ડમાં આગળ જવાનો નિર્ણય લીધો હતો અને અભ્યાસ પણ શરૂ કરી દીધો હતો. મને ૯૩ ટકા સુધી આશા હતી, પરંતુ આટલા ટકા આવતાં ઘણો આનંદ થયો છે. મેં નાનપણથી જ ક્યારેય સ્ટ્રેસ લઈને સ્ટડી કરી નથી. એક્ઝામ વખતે લાસ્ટ મૂવમેન્ટ પર અભ્યાસ કરવા કરતાં પહેલેથી જ પેપર સૉલ્વ કરવાની પ્રૅક્ટિસ રાખવી જોઈએ. એક્ઝામની બેસ્ટ તૈયારી કરવી હોય તો રિવિઝન, પ્રિલિમ્સ અને ટેસ્ટ પર વધુ ધ્યાન આપવું જોઈએ. એક્ઝામમાં સ્ટ્રેસ ન લેતાં ધ્યાન આપીને તૈયારીઓ કરીએ તો જેવું પરિણામ આપણે વિચારીએ એવું મેળવી શકીએ છીએ.’
ઇંગ્લિશ ૯૨
ઇકૉનૉમિક્સ ૯૫
બુકકીપિંગ ઍન્ડ અકાઉન્ટન્સી ૯૫
મૅથ્સ ૯૮
ઑફિસ મૅનેજમેન્ટ ૧૯૮