ચોમાસું શરૂ થયું ત્યારથી AC લોકલ ટ્રેનના રૂફમાંથી વરસાદનું પાણી અંદર આવતું હોવાની અનેક મુસાફરોએ ફરિયાદ કરી છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મુંબઈમાં દોડતી ઍર કન્ડિશન્ડ (AC) લોકલ મુસાફરોને ગરમીથી તો બચાવે છે. જોકે મોંઘીદાટ ટિકિટ ધરાવતી આ ટ્રેન વરસાદથી પણ બચાવશે એ નક્કી નહીં. ચોમાસું શરૂ થયું ત્યારથી AC લોકલ ટ્રેનના રૂફમાંથી વરસાદનું પાણી અંદર આવતું હોવાની અનેક મુસાફરોએ ફરિયાદ કરી છે. તાજેતરમાં જ વધુ એક મુસાફરે સોશ્યલ મીડિયા પર AC લોકલમાં પાણી પડતું હોવાનો વિડિયો લઈને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. અંધેરીથી ભાઈંદર AC લોકલમાં મુસાફરી દરમ્યાન એક ઇન્સ્ટાગ્રામ યુઝરે જણાવ્યું હતું કે ટ્રેનની સીટ ભીની છે અને પૅનલમાંથી સતત પાણી પડી રહ્યું છે. વેસ્ટર્ન રેલવેને ટૅગ કરીને તેણે લખ્યું હતું કે આટલી મોંઘી ટિકિટ લેનારા મુંબઈગરાઓને આવી મુશ્કેલી ન પડવી જોઈએ. વેસ્ટર્ન રેલવેએ રિપ્લાયમાં ડિવિઝનલ રેલવે મૅનજર (DRM)ને આ બાબતે યોગ્ય પગલાં લેવા સૂચન કર્યું હતું.


