° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


Malegaon blast case: ભાજપા સાંસદ સાધ્વી પ્રજ્ઞા આજે મુંબઇ સ્પેશ્યલ NIA કોર્ટમાં હાજર થશે

24 November, 2021 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રજ્ઞા ઠાકુર ઉપરાંત લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત, ચતુર્વેદી અને કુલકર્ણી, અજય રાહીકર, રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય અને સુધાકર દ્વિવેદી પણ આ કેસમાં આરોપી ઠેરવાયા હતા

પ્રજ્ઞા સિંઘ ઠાકુર - તસવીર એએફપી

પ્રજ્ઞા સિંઘ ઠાકુર - તસવીર એએફપી

ભારતીય જનતા પક્ષનાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુર (Pragya Signh Thakur), આજે બુધવારે મુંબઇમાં સ્પેશ્યલ એનાઇએ (Mumbai Special court NIA) કોર્ટ સામે હાજર થશે. તેઓ 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસને (Malegaon Blast Case) મામલે કોર્ટમાં હાજર થશે.  તેમના વકીલ જે પી મિશ્રાએ આ માહિતી આપી હતી. પ્રજ્ઞા ઠાકુર ઉપરાંત લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત, ચતુર્વેદી અને કુલકર્ણી, અજય રાહીકર, રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય અને સુધાકર દ્વિવેદી પણ આ કેસમાં આરોપી ઠેરવાયા હતા.

ભારતીય જનતા પાર્ટી એમપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તથા અન્ય આરોપીઓને અનલૉફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (UAPA), ધી એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ અને ધી ઇન્ડિયન પિનલ કોડ(IPC) હેઠળ ગુનેગાર ઠેરવવામાં આવ્યા છે. તેમની પર લગાડાયેલા આક્ષેપોમાં સેક્શન 120 (બી) - ક્રિમિનલ કોન્સ્પિરસી, 302 હત્યા, 307 - હત્યાનો પ્રયાસ, 324 જાણીજોઇને ઇજા પહોંચાડવાનો પ્રયાસ અને 153 (એ) - બે ધાર્મિક જૂથો વચ્ચે શત્રુતા વધારવાનો પ્રયાસ - નો સમાવેશ થાય છે

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં છ જણાના મોત થયા હતા અને 100 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ માટે માલેગાંવની એક મસ્જિદની પાસે પાર્ક કરેલી મોટરસાઇકલ પર બંધાયેલા એક્સપ્લોઝિવ જવાબદાર હતા. આ ઘટના 2008 સપ્ટેમ્બરની 29મી તારીખે થઇ હતી. 

24 November, 2021 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Omicron: પુનામાં વધુ 7 લોકો ઓમિક્રોનથી સંક્રમિત, મહારાષ્ટ્રમાં 8 પર આંક પહોંચ્યો

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા હવે 8 પર પહોંચી છે.  

05 December, 2021 07:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહ પર સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તે વ્હિસલ બ્લોઅર નથી

સરકારે સિંહની અરજીને ફગાવી દેવાની માંગ કરી, કારણ કે સિંહે તેમની બદલી પછી ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામેના કથિત ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી હતી.

05 December, 2021 06:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને રાજ્યસભામાં નિલંબિત કરાયા તો ભર્યુ આવું પગલુ

ચતુર્વેદી સહિત રાજ્યસભાના 12 સભ્યોને હાલના સત્રના બાકીના સમયગાળા માટે અધ્યક્ષ દ્વારા બેકાબૂ વર્તનને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

05 December, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK