BJPને મુંબઈમાં એક, જળગાવમાં બે તો અકોલા, નાગપુર અને પુણે જિલ્લામાં પાંચ બેઠક ટકાવી રાખવામાં સફળતા મળી છે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્યોની સંખ્યા ૨૩માંથી ૯ થઈ ગઈ છે એટલે ૨૦૧૪થી રાજ્યના ૨૦ જિલ્લામાં ફેલાયેલો પક્ષ હવે ૯ જિલ્લામાં સમેટાઈ ગયો છે. ૨૦૧૯ની ચૂંટણીમાં એના પચીસમાંથી ૨૩ ઉમેદવાર વિજયી થયા હતા. એની સામે આ વખતે ૨૮માંથી ત્રીજા ભાગના જ ઉમેદવારો જ ટકી શક્યા છે એટલે સ્ટ્રાઇક-રેટમાં પણ ધરખમ ઘટાડો થયો છે. BJPને મુંબઈમાં એક, જળગાવમાં બે તો અકોલા, નાગપુર અને પુણે જિલ્લામાં પાંચ બેઠક ટકાવી રાખવામાં સફળતા મળી છે. પાલઘર, સાતારા અને રત્નાગિરિ-સિંધુદુર્ગ આ ત્રણ જિલ્લામાં BJPએ ખાતું ખોલાવ્યું છે.

