ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ ગુરુવારે કહ્યું કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા હુમલા મામલે તેમણે પુણેના પોલીસ અધિકારી રિતેશ કુમાર સાથે મુલાકાત કરી હતી.

કિરીટ સોમૈયા (ફાઈલ તસવીર)
ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ ગુરુવારે કહ્યું કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા હુમલા મામલે તેમણે પુણેના પોલીસ અધિકારી રિતેશ કુમાર સાથે મુલાકાત કરી હતી.
સોમૈયાએ થાણેમાં નોંધાયેલ ફરિયાદમાં દાવો કર્યો હતો કે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના પદાધિકારીઓએ ગયા વર્ષે પાંચ ફેબ્રુઆરીના રોજ પુણે નગર નિગમ મુખ્યાલય પરિસરમાં તેમના પર હુમલો કર્યો હતો.
તેમણે દાવો કર્યો કે પોલીસે આ મામલે અત્યાર સુધી 28 લોકોની ઓળખ કરી લીધી છે.
આ પણ વાંચો : અયોધ્યાના રામમંદિર માટે ચંદ્રપુરથી જ સાગનાં લાકડાં કેમ લઈ જવાયાં?
તેમણે પત્રકારોને જણાવ્યું કે, "મેં નવા પોલીસ અધિકારી રિતેશ કુમાર સાથે મુલાકાત કરી. કેસમાં અત્યાર સુધી સંતોષજનક પ્રગતિ થઈ છે. હુમલામાં સામેલ 28 લોકોની ઓળખ થઈ ગઈ છે, જ્યારે સાત જણની હજી શોધ કરવામાં આવી રહી છે."