Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra Crime News: `ગઇ ભેંસ જેલ મેં`, 58 વર્ષ પછી ઝડપાયો ભેંસ ચોર, જાણો વધુ

Maharashtra Crime News: `ગઇ ભેંસ જેલ મેં`, 58 વર્ષ પછી ઝડપાયો ભેંસ ચોર, જાણો વધુ

13 September, 2023 01:30 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Maharashtra Crime News: 60 વર્ષ પહેલાં કરેલી બે ભેંસ અને એક વાછરડાની ચોરીના મામલામાં હવે 78 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


કહેવાય છે કે કાનૂન કે હાથ લંબે હોતે હૈ. એ સાચી જ વાત છે. લાતુર જિલ્લાના ઉદગીરમાં આવી જ એક ઘટના બની છે. 60 વર્ષ પહેલાં કરેલી ચોરી (Maharashtra Crime News)ના મામલામાં આત્યારે 78 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વૃદ્ધનું નામ ગણપતિ વિઠ્ઠલ વાઘમારે હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર ગણપતિ વાઘમારે પર ચોરીનો આરોપ છે. તેના પર 1965માં ચોરીનો આરોપ છે જ્યારે તે 20 વર્ષનો હતો. તેના પર કર્ણાટકના બિદરના મહેકર ગામમાંથી બે ભેંસ અને એક વાછરડાની ચોરી (Maharashtra Crime News) કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 

આ વૃદ્ધે આ ભેંસ અને વાછરડાની ચોરી 25 એપ્રિલ 1965ના રોજ કરી હતી. બિદર જિલ્લાના ભાલકી તાલુકાના મહેકર ગામમાં આ ચોરી (Maharashtra Crime News)ની ઘટના બની હતી. કહેવાય છે કે વાઘમારે કૃષ્ણ ચંદર નામના વ્યક્તિ સાથે મળીને આ ચોરી કરી હતી.


પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો ઘણો જૂનો છે. કર્ણાટકનો બિદર જિલ્લો એ મહારાષ્ટ્રની સરહદ ઉપર આવેલો છે. આ ચોરી તકલગાંવ ગામમાં રહેતા ગણપતિ વાઘમારે કરી હતી. કૃષ્ણ ચંદર આ કેસમાં સહઆરોપી હતો જેની ઉંમર 1965માં 30 વર્ષની હતી. જોકે, 2006માં તેમનું નિધન થયું હોવાની માહિતી સામે આવી છે. 


બિદરના પોલીસ અધિક્ષક પાસેથી મળતી માહિતી અનુસાર ભેંસ અને વાછરડાની ચોરી (Maharashtra Crime News)નો આરોપી ગણપતિ વાઘમારે ઘણા વર્ષોથી ધરપકડથી બચી રહ્યો હતો. પરંતુ હવે તેની ધરપકડ થઈ ગઈ છે અને હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ચોરીના કેસમાં જામીન પર છૂટ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. પોલીસ છેલ્લા ઘણા સમયથી તેને શોધી રહી હતી.

આ જૂના કેસ માટે પોલીસે વિશેષ ટીમ પણ તૈયાર કરી હતી. આ ટીમે જૂના કેસની તપાસ હાલ ફરીથી શરૂ કરી હતી. તેમાં તેમણે ગણપતિ વાઘમારેની શોધ કરી હતી. પોલીસ અધિક્ષક પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ ટીમ ગણપતિ વાઘમારેની ધરપકડ કરવામાં સફળ રહી હતી. સાથે ગણપતિ વાઘમારે જ્યારે આ ચોરીને અંજામ આપ્યો ત્યારે તે 20 વર્ષનો હતો, પરંતુ હવે તે 78 વર્ષનો થઈ ગયો છે. 


આ કેસમાં જરૂરથી એવું કઈ શકાય કે કર્ણાટક પોલીસે 58 વર્ષ પછી એક ચોર (Maharashtra Crime News)ને પકડી પાડ્યો છે. આ રીતે એક ચોર કે જેણે 1965માં ભેંસની ચોરી કરી હતી હવે તેને પોલીસે ઝડપી લીધો છે. ભલે કેસના બે આરોપીઓમાંથી એકનું મૃત્યુ થયું હોય પણ પોલીસે એકની અટકાયત કરી છે. આ કેસ માટે મુરલીધરરાવ માણિકરાવે 25 એપ્રિલ 1965ના રોજ મહેકર પોલીસ સ્ટેશનમાં બે ભેંસ અને એક વાછરડાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

13 September, 2023 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK