Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગવર્નર કોશ્યારીને ક્યાંક બીજે મોકલો...શિવાજી પર કોમેન્ટ બાદ શિંદેની BJP સામે માગ

ગવર્નર કોશ્યારીને ક્યાંક બીજે મોકલો...શિવાજી પર કોમેન્ટ બાદ શિંદેની BJP સામે માગ

21 November, 2022 04:59 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બુલઢાણા વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરનારા ગાયકવાડે દાવો કર્યો કે કોશ્યારીએ મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક વિશે ખોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોશ્યારીએ આ પહેલા પણ પોતાના નિવેદનથી વિવાદ ખડો કર્યો હતો.

ભગત સિંહ કોશ્યારી (ફાઈલ તસવીર)

ભગત સિંહ કોશ્યારી (ફાઈલ તસવીર)


મહારાષ્ટ્રના (Maharashtra Chief Minister) મુખ્યમંત્રી એકનાથ શિંદેનું (Eknath Shinde) જૂથના શિવસેના (Shiv Sena MLA) વિધેયક સંજય ગાયકવાડે (Sanjay Gaikwad) આજે સહયોગી બીજેપીને (Demands to BJP) માગ કરી છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને (Governor Bhagat Singh Koshyari) છત્રપતિ શિવાજી મહારાજ (Chhatrapati Shivaji Maharaj) વિશે તેમની તાજેતરની ટિપ્પણી માટે રાજ્યમાંથી બહાર મોકલવામાં આવે.

બુલઢાણા વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરનારા ગાયકવાડે દાવો કર્યો કે કોશ્યારીએ મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક વિશે ખોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોશ્યારીએ આ પહેલા પણ પોતાના નિવેદનથી વિવાદ ખડો કર્યો હતો.



વિધેયકે કહ્યું, "રાજ્યપાલે એ સમજવું જોઈએ કે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શ ક્યારેય જૂના થઈ શકે નહીં અને તેમની તુલના વિશ્વના કોઈપણ મહાન વ્યક્તિ સાથે ન કરી શકાય. કેન્દ્રના ભાજપ નેતાઓને મારી અરજી છે કે એક એવી વ્યક્તિ જે રાજ્યના ઇતિહાસ અને આ કેવી રીતે કામ કરે છે, ના માહિતગાર ન હોય, તેમને તરત ક્યાંક બીજે મોકલી દેવામાં આવે."


ગાયકવાડ શિંદેના નેતૃત્વવાળી બાળાસાહેબની શિવસેના જૂથના વિધેયક છે, જે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે ગઠબંધનમાં સરકાર ચલાવે છે.

ગવર્નર કોશ્યારીએ શનિવારે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ `જૂના દિવસો`ના પ્રતીક અને આદર્શ હતા, હવે બાબાસાહેબ આંબેડકર અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી રાજ્યના નવા આદર્શ છે. શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા શિવસેના જૂથ તરફથી આ બાબતે સૌથી પહેલા ગવર્નરની ટીકા કરવામાં આવી હતી. હવે એકનાથ શિંદે જૂથ તરફથી તેમને ખસેડવાનું નિવેદન આવ્યું છે.


આ પણ વાંચો : Gujarat Election: ગંદા નાળાના કીડાવાળા નિવેદન પર પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

રાજ્યપાલ કોશ્યારીએ ઔરંગાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા ગડકરી અને રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટી અધ્યક્ષ શરદ પવારને ડી.લિટની ડિગ્રી આપ્યા બાદ આ ટિપ્પણી કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2022 04:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK