લોકસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાના મતદાનને માત્ર છ જ દિવસ બાકી રહ્યા છે. આજે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને સંસદસભ્ય રાહુલ ગાંધી ભંડારામાં પ્રચારની શરૂઆત કરશે.
રાહુલ ગાંધી
લોકસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાના મતદાનને માત્ર છ જ દિવસ બાકી રહ્યા છે. આજે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને સંસદસભ્ય રાહુલ ગાંધી ભંડારામાં પ્રચારની શરૂઆત કરશે. મહાવિકાસ આઘાડીના ઉમેદવાર ડૉ. પ્રશાંત યાદવરાવ પડોળેના પ્રચાર માટે આજે ભંડારા જિલ્લાના સાકોલી ખાતેના ગજાનન મહારાજ મંદિરના મેદાનમાં બપોરે ત્રણ વાગ્યે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં રાહુલ ગાંધી ઉપરાંત નાના પટોલે, બાળાસાહેબ થોરાત, વિજય વડેટ્ટીવાર અને જયંત પાટીલ સહિતના મહાવિકાસ આઘાડીના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. પહેલા તબક્કામાં રાજ્યની પાંચ લોકસભા બેઠકોમાં ૧૯ એપ્રિલે મતદાન કરવામાં આવશે.



