Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીના કિશોરની એક ભૂલ પરિવારને ૪.૪૦ લાખમાં પડી

કાંદિવલીના કિશોરની એક ભૂલ પરિવારને ૪.૪૦ લાખમાં પડી

10 June, 2023 09:54 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંબંધીના ઘરે જમવા જતી વખતે ચાવી દરવાજામાં જ ભૂલી જતાં ચોરે ઘરમાં ઘૂસીને દાગીના પર હાથ સાફ કરી લીધો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર



મુંબઈ : કાંદિવલીમાં રહેતો એક ગુજરાતી પરિવાર સંબંધીના ઘરે જમવા માટે કારમાં નીકળ્યો હતો. દરમિયાન સંબંધી માટે લીધેલી ગિફ્ટ ઘરે ભૂલી જતાં તેઓ પાછા બિલ્ડિંગ નીચે આવ્યા હતા અને ફરિયાદીએ તેના ૧૭ વર્ષના પુત્રને ઘરે ગિફ્ટ લેવા માટે મોકલ્યો હતો. ત્યારે 
જલદી હોવાથી પુત્ર પાછા જતી વખતે ઘરની ચાવી દરવાજામાંથી કાઢવાની ભૂલી જતાં અજાણ્યા ચોરે ઘરમાં પ્રવેશીને આશરે ૪.૪૦ લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી. આ ઘટનાની ફરિયાદ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
કાંદિવલીમાં પ્રકાશ કૉલેજ નજીક શાંતિલાલ મોદી માર્ગ પર પીસ બિલ્ડિંગમાં રહેતા અને પ્રાઇવેટ ક્લાસિસમાં અભ્યાસ કરાવતા ૪૭ વર્ષના વિરલ દોશીએ કરેલી ફરિયાદ અનુસાર ગઈ કાલે સાંજે તેઓ કાંદિવલીમાં રહેતાં ફોઈના ઘરે જમવા માટે પરિવાર સહિત નીકળ્યા હતા. દરમિયાન ઘરેથી નીકળીને પેટ્રોલ-પમ્પ નજીક પહોંચતાં તેમના ધ્યાનમાં આવ્યું કે ફોઈ માટે લીધેલી ગિફટ તેઓ ઘરે જ ભૂલી ગયા હતા. એટલે તેઓ ઘર નીચે પાછા આવ્યા હતા અને તેમના પુત્રને ઘરેથી ગિફ્ટ 
લેવા માટે મોકલ્યો હતો. ગિફ્ટ 
લઈને તે પાછો આવ્યા બાદ તેઓ ફોઈના ઘરે ગયા હતા. રાત્રે સાડાદસ વાગ્યો તેઓ ઘરે પહોંચ્યા ત્યારે 
ઘરની ચાવી પુત્ર પાસે માગતાં તેણે કહ્યું કે ચાવી તો તે દરવાજાના લૉક પર જ ભૂલી ગયો હતો. એટલે અંદર જઈને તપાસ કરતાં આશરે ૪.૪૦ લાખ રૂપિયાના દાગીના સહિત રોકડની ચોરી થઈ હોવાની 
જાણ થતાં આ ઘટનાની ફરિયાદ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
કાંદિવલી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે આ કેસમાં ટેક્નિકલ માહિતીઓના આધારે તપાસ કરવામાં આવી રહી છે. હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. 


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2023 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK