ભારત સરકારની પહેલ ‘દેખો અપના દેશ’ હેઠળ લોકલ ટૂરિસ્ટને પ્રોત્સાહન આપવામાં આવશે
ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન
આઇઆરસીટીસી દ્વારા ચલાવવામાં આવતી ૦૦૧૯૯ ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન આજે રાતે ૦૦.૨૦ વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી ઊપડશે. આ ટ્રેન સર્કલ રૂટ પર મુસાફરી કરશે અને ૧૯ માર્ચે સીએસએમટી પહોંચશે.
ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન કલ્યાણ, પુણે, વાડી, ગુંટકાલ. બૅન્ગલોર, વાઇટફીલ્ડ, તિરુનેલવેલી, કોચુવેલી, મદુરાઈ, રેનિગુંટા અને પાછળથી દૌન્ડ, પુણે, કલ્યાણથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ માર્ગ પર દોડશે. પ્રવાસીઓને આ ટ્રેનમાં એક એસી-ટૂ ટાયર, ત્રણ એસી-થ્રી ટાયર, સાત સ્લીપર ક્લાસ, પેન્ટ્રી કાર અને બે જનરેટર કોચની સુવિધા મળશે. ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની પહેલ ‘દેખો અપના દેશ’ સાથે અનુરૂપ છે. આ ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને અનોખો અનુભવ થશે. આ ટ્રેન એક સર્વસમાવેશક ટૂર-પૅકેજ હશે અને પ્રવાસીઓને સલામત અને યાદગાર અનુભવ કરાવશે.


