મંગળવાર ૨૮ માર્ચથી નવપદ આયંબિલ ઓળી પર્વ પ્રસંગે દરરોજ ૯.૩૦થી ૧૦.૩૦ વાગ્યે પ્રવચનશ્રેણી યોજાશે. ગુરુદેવ ૯ એપ્રિલ સુધી હિંગવાલા મોટા ઉપાશ્રયે બિરાજશે.

પ્રતીકાત્મક તસવીર
શ્રી હિંગવાલા લેન, મોટા ઉપાશ્રય-ઘાટકોપરના આંગણે ચૈત્રી આયંબિલ ઓળી પર્વ પ્રસંગે પ્રથમ વાર ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરગુરુદેવ પધારવાના હોવાથી અનેરો ધર્મોલ્લાસ છવાયો છે. પૂ. શ્રી ધીરગુરુદેવની રવિવાર, ૨૬ માર્ચના રોજ સવારે ૭.૪૫ વાગ્યે સિંધુબાગ, ટિળક રોડથી સકલ સંઘ સહિત પ્રવેશ સ્વાગતયાત્રાનો પ્રારંભ થશે. મોટા ઉપાશ્રયે મંગલ પાઠ બાદ નવકારશી યોજાશે. સવારે ૯.૧૫ વાગ્યે ડુંગર દરબાર, ઝવેરબેન હૉલ ખાતે સ્વાગત સમારોહ અને ઠાણાંગ સૂત્ર ભાગ - ૩, ક્વેસ્ટ ફાઉન્ડેશન પ્રકાશિત પ્રેરણા મૅગેઝિન સાક્ષીભાવ વિશેષાંકની વિમોચનવિધિ તેમ જ શાનસપ્રગતિ સેવા સન્માન અરવિંદભાઈ પ્રાણલાલ દેસાઈ અને તરલાબહેન દોશીને અર્પણ કરાશે. સમારોહના પ્રમુખ મહેમાનપદે સાંસદ મનોજ કોટક, ભૂતપૂર્વ ગૃહનિર્માણ મંત્રી પ્રકાશ મહેતા, નગરસેવિકા રાખી જાધવ અને ગુજરાતી સમાજના પ્રમુખ જિતુભાઈ મહેતા ઉપસ્થિત રહેશે. મંગળવાર ૨૮ માર્ચથી નવપદ આયંબિલ ઓળી પર્વ પ્રસંગે દરરોજ ૯.૩૦થી ૧૦.૩૦ વાગ્યે પ્રવચનશ્રેણી યોજાશે. ગુરુદેવ ૯ એપ્રિલ સુધી હિંગવાલા મોટા ઉપાશ્રયે બિરાજશે.