આરોપી પતિ વારંવાર ફરિયાદી મહિલાને માનસિક ત્રાસ આપતો હતો

પ્રતીકાત્મક તસવીર
બુધવારે પુણેની એક એવી ઘટના સામે આવી છે, જેણે પતિ-પત્નીના સંબંધોને કલંકિત કરી દીધા છે. પુણેના ભારતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી કેસ દાખલ કરવામાં આવ્યો છે. એક વ્યક્તિએ તેની પત્નીને તેના બે મિત્રો સાથે સેક્સ કરવા દબાણ કર્યું છે. શારીરિક સંબંધ બાંધતી વખતે પતિ પોતે જ ત્યાં ઊભો આ બધું જોઈ રહ્યો હતો. પતિ અને તેના બે સાથીઓ વિરુદ્ધ ભારતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
આ અંગે 48 વર્ષીય પરિણીત મહિલાએ ફરિયાદ નોંધાવી છે. આરોપી પતિ વારંવાર ફરિયાદી મહિલાને માનસિક ત્રાસ આપતો હતો. તેણીને ડિસેમ્બર 2020 માં હડપસરની એક લોજમાં તેની મરજી વિરુદ્ધ મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જુલાઇ 2021માં તેણે તેની પત્નીને કોરેગાંવ પાર્ક વિસ્તારના એક ફ્લેટમાં અન્ય મિત્ર સાથે અકુદરતી સેક્સ કરવા દબાણ કર્યું અને આ બધુ ચાલી રહ્યું હતું ત્યારે આરોપી પોતે ત્યાં ઊભો રહીને આ બધુ જોઈ રહ્યો હતો.
આ તમામ મામલા બાદ આખરે ફરિયાદીએ આજે ભારતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેના પતિ અને બે મિત્રો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.