મહારાષ્ટ્રમાં આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ સંપૂર્ણ રસીકરણ કરાવી લીધું હોવા છતાં આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે, એમ રાજ્ય સરકારે જણાવ્યું છે.
પ્રતિકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ સંપૂર્ણ રસીકરણ કરાવી લીધું હોવા છતાં આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે, એમ રાજ્ય સરકારે જણાવ્યું છે.
“મહારાષ્ટ્રમાં આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો, જેમાં યુરોપિયન દેશો, મધ્ય પૂર્વીય દેશો અને દક્ષિણ આફ્રિકાના મુસાફરોનો સમાવેશ થાય છે, કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ઉપરોક્ત માર્ગદર્શિકા અનુસાર રહેશે.” તેમ શુક્રવારે રાત્રે મુખ્ય સચિવ સીતારામ કુંટે દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર સરકારે પાછળથી એક નિવેદન બહાર પાડ્યું હતું કે કેન્દ્ર સરકારના નવા નિયમો ભારતમાં આવતા પહેલા નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત બનાવે છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મહારાષ્ટ્રમાં આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સમાન નિયમ લાગુ પડે છે. જોકે, મુસાફરે COVID-19 રસીના બે ડોઝ લીધા હોવા છતાં RT-PCRનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત છે.”
રાજ્યના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં શુક્રવારે 4,654 નવા કોરોના વાયરસ કેસ અને 170 મૃત્યુ નોંધાયા છે.

