Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોઅર પરેલના એટુઝેડ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આગ

લોઅર પરેલના એટુઝેડ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આગ

25 October, 2022 11:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસ અધિકારીએ આપેલી માહિતી અનુસાર આ ઘટના રવિવારે મળસ્કે માટુંગામાં આવેલી એક રેસ્ટોરાં નજીક બની હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં ત્રણ શખ્સોએ તેમનામાંથી એક વ્યક્તિને તાકતા રહેવાને લીધે થયેલી લડાઈમાં ૨૮ વર્ષના યુવકની હત્યા કરી હતી.

પોલીસ અધિકારીએ આપેલી માહિતી અનુસાર આ ઘટના રવિવારે મળસ્કે માટુંગામાં આવેલી એક રેસ્ટોરાં નજીક બની હતી. મરનાર યુવક તેના મિત્ર સાથે હતો અને ત્રણ પૈકીના એક શખ્સને તાકી રહ્યો હતો એ બદલ આરોપીઓ સાથે તેની ઝપાઝપી થઈ હતી. આરોપીઓએ યુવકના માથા પર બેલ્ટ ફટકારી તેને મુક્કા અને લાતથી માર માર્યો હતો. પીડિત એ જ ક્ષણે જમીન પણ પડી ગયો હતો. તેને કૉર્પોરેશનની હૉસ્પિટલ લઈ જવાતાં ડૉક્ટરોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. આ મામલે શાહૂ નગર પોલીસે પછીથી ત્રણ આરોપીઓની ધરપકડ કરીને હત્યા સહિતના આરોપનો કેસ દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2022 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK