કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં આવેલા કમલા વિહાર બિલ્ડિંગના છઠ્ઠા માળે ગઈ કાલે બપોરે ૨.૨૭ વાગ્યે આગ ફાટી નીકળી હતી.
કાંદિવલીમાં મહાવીરનગરના કમલા વિહારમાં આગ
કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં આવેલા કમલા વિહાર બિલ્ડિંગના છઠ્ઠા માળે ગઈ કાલે બપોરે ૨.૨૭ વાગ્યે આગ ફાટી નીકળી હતી. ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા અને આગની જ્વાળાઓ લબકારા મારી રહી હતી. તરત જ આ બાબતે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં હાઇરાઇઝ બિલ્ડિંગ હોવાને કારણે છ ફાયરએન્જિન ધસી ગયાં હતાં. જોકે ગણતરીની મિનિટોમાં જ ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગમાં કોઈ જાનહાનિના કે કોઈના જખમી થવાના અહેવાલ નથી.




