આ પહેલાં ૨૦૨૦માં મૉન્સૂને ૨૮ ઑક્ટોબરે વિદાય લીધી હતી. જોકે લેટ મૉન્સૂનને કરાણે ઑક્ટોબર હીટ લેટ થશે કે પછી એની વિન્ટર પર અસર થશે એવું નથી હોતું. એ માટે અલગ-અલગ કારણો કારણભૂત હોય છે.’

આખરે મૉન્સૂને લીધી સત્તાવાર વિદાય
હજી એક અઠવાડિયા પહેલાં રોજ સાંજ પડ્યે મુંબઈગરાના માથે વરસતા વરસાદે આખરે વિદાય લીધી છે. વેધશાળાએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે મૉન્સૂને હવે દેશભરમાંથી વિદાય લીધી છે. રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટર મુંબઈનાં ડિરેક્ટર ડૉ. સુષમા નાયરે કહ્યું હતું કે ‘મૉન્સૂનના વરતારા મુજબ પહેલાં એ ૮ ઑક્ટોબરે વિદાય લેવાનું હતું, પરંતુ એ પછી પણ કેટલાંક એવાં પરિબળો સર્જાયાં કે વરસાદનાં હળવાંથી મધ્યમ ઝાપટાં આવતાં રહ્યાં. જોકે હવે જે પરિસ્થિતિ છે એ જોતાં નૈઋત્યના મૉન્સૂને હવે દેશભરમાંથી વિદાય લીધી છે એ સ્પષ્ટ થયું છે. છેલ્લાં દસ વર્ષમાં મૉન્સૂનની વિદાય મોડી થઈ હોય એવું આ બીજી વાર બન્યું છે. આ પહેલાં ૨૦૨૦માં મૉન્સૂને ૨૮ ઑક્ટોબરે વિદાય લીધી હતી. જોકે લેટ મૉન્સૂનને કરાણે ઑક્ટોબર હીટ લેટ થશે કે પછી એની વિન્ટર પર અસર થશે એવું નથી હોતું. એ માટે અલગ-અલગ કારણો કારણભૂત હોય છે.’