પોસોકોએ આ ત્રણેય વીજ કંપનીઓને પત્ર લખ્યો છે

પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિત 13 રાજ્યો હવે વીજળી ખરીદી શકશે નહીં. પાવર સિસ્ટમ ઓપરેશન કૉર્પોરેશન લિમિટેડ (POSOCO), જે એક જાહેર ક્ષેત્રની કંપની છે, તેણે વીજળી સપ્લાયર્સ ઈન્ડિયા એનર્જી એક્સચેન્જ, પાવર એક્સચેન્જ ઑફ ઈન્ડિયા અને હિન્દુસ્તાન પાવર એક્સચેન્જને રૂા. 5,000 કરોડથી વધુના બાકી વીજ બિલો ધરાવતા 13 રાજ્યોને વીજ પુરવઠો ન આપવાનો આદેશ આપ્યો છે.
બાકી વીજ બિલો ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, છત્તીસગઢ અને ઝારખંડ સામેલ છે. કેન્દ્રીય ઊર્જા મંત્રાલય હેઠળની જાહેર ક્ષેત્રની કંપની POSOCOના આદેશને કારણે આ રાજ્યો હવે વીજ ખરીદી કરી શકશે નહીં.
પોસોકે આ ત્રણેય વીજ કંપનીઓને પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા આ 13 રાજ્યોમાં 27 વિતરણ કંપનીઓનું વેચાણ 19 ઑગસ્ટ, 2022થી આગામી આદેશ સુધી રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ રાજ્યો પર રૂા. 5000 કરોડથી વધુનું દેવું હોવાથી કંપનીઓએ તેમને વીજ પુરવઠો બંધ કરવા કહ્યું છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી બાકી રકમ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી આ રાજ્યોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં ન આવે.
આ 13 રાજ્યો હજુ પણ વીજળીની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેથી POSOCOના આ નવા આદેશને કારણે આ રાજ્યોમાં વીજ સંકટ વધુ વકરવાની શક્યતા છે.