૧૮.૯૨ કરોડ રૂપિયાનું કુલ ૨૧.૮૮ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું અને એ બન્ને પૅસેન્જરોની ધરપકડ કરી
૧૮.૯૨ કરોડ રૂપિયાનું દાણચોરીનું સોનું જપ્ત
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ દુબઈથી આવેલા બે પૅસેન્જર પાસેથી ૧૮.૯૨ કરોડ રૂપિયાનું દાણચોરીનું સોનું જપ્ત કર્યું હતું. સ્પેસિફિક ઇન્ફર્મેશનના આધારે વૉચ રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. બન્ને પૅસેન્જરોએ કમર પર પહેરવાના ખાસ બનાવટના બેલ્ટમાં એક કિલોનો એક એવા સોનાના ૨૧ બાર છુપાવ્યા હતા, જ્યારે ૮૮ ગ્રામનો એક ટુકડો પણ હતો. આમ ૧૮.૯૨ કરોડ રૂપિયાનું કુલ ૨૧.૮૮ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું અને એ બન્ને પૅસેન્જરોની ધરપકડ કરીને તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

