અંબાદાસ દાનવે અને અમિત દેશમુખને BJPમાં લાવવાના પ્રયાસ બાબતે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું
અંબાદાસ દાનવે
લોકસભાની ચૂંટણીનું મતદાન શરૂ થાય એ પહેલાં BJP દ્વારા વિરોધ પક્ષના ઉદ્ધવ ઠાકરે જૂથના અંબાદાસ દાનવે અને કૉન્ગ્રેસના અમિત દેશમુખ જેવા મોટા નેતાઓને પોતાના પક્ષે લાવવાનું ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. આ વિશે પત્રકારોએ પૂછતાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘તમને ખબર પડી જાય એને ઑપરેશન જ ન કહેવાય. આજના દિવસે આવા કોઈ નેતાને BJP કે સત્તાધારી પક્ષોમાં સામેલ કરવાનો કોઈ પ્લાન નથી. અંબાદાસ દાનવે કે અમિત દેશમુખ અમારા સંપર્કમાં નથી. આથી તેમની સાથે ચર્ચા કરવાનો કોઈ સવાલ જ નથી થતો. તેઓ ભલે વિરોધ પક્ષના નેતા છે, તેમના વિશે અફવા ફેલાવીને બદનામ ન કરો.’

