BJPના સોલાપુરના ઉમેદવાર રામ સાતપુતેનો ચોંકાવનારો આરોપ
સુશીલકુમાર શિંદે
લોકસભાની સોલાપુર બેઠકના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર રામ સાતપુતેએ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન, લોકસભામાં કૉન્ગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય નેતા સુશીલકુમાર શિંદે પર સોલાપુરમાંથી ધરપકડ કરવામાં આવેલા ૧૨ આતંકવાદીને બચાવવાનો ગંભીર આરોપ કર્યો છે. સોલાપુર લોકસભા બેઠકમાં સામેલ મંગળવેઢા વિધાનસભા ક્ષેત્રના BJPના વિધાનસભ્ય સમાધાન અવતાડેએ આયોજિત કરેલા કાર્યક્રમમાં શનિવારે રામ સાતપુતેએ કહ્યું હતું કે ‘૨૦૦૩થી ૨૦૦૪ દરમ્યાન કૉન્ગ્રેસના સુશીલકુમાર શિંદે રાજ્યના મુખ્ય પ્રધાન હતા એ દરમ્યાન સોલાપુરમાંથી રાજ્યની ઍન્ટિ-ટેરરિઝમ સ્કવૉડે (ATS) ૧૨ આતંકવાદીની ધરપકડ કરી હતી. એક વિશેષ ધર્મનું તુષ્ટીકરણ કરવા માટે આ આતંકવાદીઓને મુખ્ય પ્રધાને છોડી મૂકીને બચાવ્યા હતા. મારી પાસે આ મામલાની વિગતો છે. જરૂર પડશે તો એ જાહેર કરીશ. તેમણે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં હિન્દુ આતંકવાદી શબ્દ ઉચ્ચાર્યો હતો.’