આ રોડને ધર્મવીર સંભાજી મહારાજ નામ આપવામાં આવ્યું છે
વરલીથી નરીમાન પૉઇન્ટનો કોસ્ટલ રોડ સોમવારે ઓપન
મુંબઈના પહેલવહેલા કોસ્ટલ રોડનો પહેલો તબક્કો સોમવારે સવારે મુંબઈગરાઓને અર્પણ કરવામાં આવશે. જોકે અત્યારે તો વરલીથી મરીન ડ્રાઇવ તરફ જ પ્રવાસ કરી શકાશે. વરલીથી મરીન ડ્રાઇવ તરફનો કોસ્ટલ રોડ શરૂ થવાથી પણ દક્ષિણ મુંબઈની ટ્રાફિકની સમસ્યામાં કેટલાક અંશે રાહત મળશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કોસ્ટલ રોડના કામની ચકાસણી કરી ત્યારે તેમણે આ રોડના પરિસરની ૩૨૦ એકર જમીનમાં વર્લ્ડ ક્લાસ પાર્ક બનાવવામાં આવશે એમ કહ્યું હતું. આ કોસ્ટલ રોડને ધર્મવીર સંભાજી મહારાજ નામ આપવામાં આવ્યું છે. એ સિવાય ૨૦૦ એકર જમીન પર જુદા-જુદા પ્રકારનાં વૃક્ષો વાવવામાં આવશે. આ સેન્ટ્રલ પાર્ક વર્લ્ડ ક્લાસ હશે.



