મનાઈહુકમના ભંગના આદેશને પસાર કરતાં પહેલાં પતંજલિએ કોર્ટમાં ૫૦ લાખ રૂપિયા જમા કરાવવા પડશે.
બાબા રામદેવ
બૉમ્બે હાઈ કોર્ટે પતંજલિ આયુર્વેદને ટ્રેડમાર્કના ભંગના કેસમાં ૫૦ લાખ રૂપિયા કોર્ટમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. એક કંપની મંગલમ ઑર્ગેનિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવેલા ટ્રેડમાર્કના ભંગના કેસ સંબંધે હાઈ કોર્ટે ઑગસ્ટ ૨૦૨૩માં પતંજલિના કપૂર-ઉત્પાદનોના વેચાણ પર રોક લગાવી હતી. આ કેસની વધુ સુનાવણી હવે ૧૯ જુલાઈએ કરવામાં આવશે.
૮ જુલાઈએ જસ્ટિસ આર. આઇ. છાગલાની સિંગલ બેન્ચે નોંધ્યું હતું કે પતંજલિએ જૂનમાં કોર્ટમાં રજૂ કરેલી ઍફિડેવિટમાં અગાઉના આદેશના ભંગની કબૂલાત કરી હતી, જેમાં કપૂરનાં ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લગાવાયો હતો. મનાઈહુકમના ભંગના આદેશને પસાર કરતાં પહેલાં પતંજલિએ કોર્ટમાં ૫૦ લાખ રૂપિયા જમા કરાવવા પડશે.


