મુંબઈ ઝોનમાંથી પાંચ અને મહારાષ્ટ્રના મોફુસિલ રીજનમાંથી ૬ પૅટ્રોન મેમ્બરો બિનવિરોધ ચૂટાયા હતા. આ ચૂંટણી ઇલેક્શન ઑફિસરો નગીનદાસ શાહ અને ચંપકલાલ શાહની દેખરેખ હેઠળ યોજાઈ હતી.

ફામના વર્ષ ૨૦૨૩-૨૦૨૫ માટે પદાધિકારીઓની જાહેરાત
ધ ફેડરેશન ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર (FAM)એ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સની ચૂંટણીનું રિઝલ્ટ જાહેર કર્યું છે, જેમાં આગામી બે વર્ષ ૨૦૨૩થી ૨૦૨૫ માટે વિવિધ અસોસિએશનમાંથી ૨૫ મેમ્બરો તથા મુંબઈ ઝોનમાંથી પાંચ પૅટ્રોન મેમ્બરો અને મહારાષ્ટ્રના મોફુસિલ રીજનમાંથી ૬ મેમ્બરોનો સમાવેશ છે. મુંબઈ ઝોનમાંથી પાંચ અને મહારાષ્ટ્રના મોફુસિલ રીજનમાંથી ૬ પૅટ્રોન મેમ્બરો બિનવિરોધ ચૂટાયા હતા. આ ચૂંટણી ઇલેક્શન ઑફિસરો નગીનદાસ શાહ અને ચંપકલાલ શાહની દેખરેખ હેઠળ યોજાઈ હતી.
ચૂંટાયેલી એક્ઝિક્યુટિવ કમિટીએ એકમતથી જિતેન્દ્ર એમ. શાહને આગામી બે વર્ષ માટે તેમના પ્રેસિડન્ટ તરીકે જાહેર કર્યા હતા. ત્યાર બાદ પ્રેસિડન્ટે ઑફિસ બેરર્સની જાહેરાત કરી હતી, જેમાં ચૅરમૅન ઇમેરિટસ તરીકે વિનેશ ટી. મહેતા, સિનિયર વાઇસ પ્રેસિડન્ટ તરીકે આશિષ મહેતા અને રાજેશ શાહ, ડિરેક્ટર જનરલ તરીકે પ્રિતેશ કે. શાહ, ઑનરરી ટ્રેઝરર તરીકે નરસિંગમલ જૈન, ઑનરરી જૉઇન્ટ ટ્રેઝરર તરીકે નીલેશ શાહ, વાઇસ પ્રેસિડન્ટ તરીકે જયક્રિષ્ણા પાઠક, રાજારામ કાતારુકા, રસેશ દોશી, અશોક ગર્ગ, યોગેશ શાહ, રાજેન્દ્ર ચોપડા, શરદ જે. શાહ, પ્રતાપ એ. મોટવાણી, લલિત બારડિયા અને ભાલચંદ્ર કાટારિયા; ઑનરરી સેક્રેટરી તરીકે નિમિત શાહ, જયંતી પટેલ, કમલેશ મોદી, કિશોર શાહ અને સમીર શાહ તેમ જ એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે રસિકલાલ કોઠારી, સુશીલ કોઠારી, સતીશ એન. મહેતા, હિતેશ મહેતા, ચિરાગ દોશી, વિપુલ ઠોસાની, શાંતિલાલ દોશી, સમિર દેસાઈ, અનિષ વી. વલિયા, સંદીપ શાહ, નીતિન મણિયાર, રમેશ કોટડિયા, સંદીપ વખારિયા, ગજેન્દ્ર મુનોત અને પ્રકાશ ઠક્કરનો સમાવેશ હતો.