Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > News In Short: યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા ટાઇમ પર્સન ઑફ ધ યર

News In Short: યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા ટાઇમ પર્સન ઑફ ધ યર

08 December, 2022 09:05 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રશિયાએ કરેલા આક્રમણ વચ્ચે તેઓ ૧૦ મહિનાથી મજબૂતી સાથે પોતાના દેશ અને દેશવાસીઓ સાથે ઊભા રહ્યા છે

યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા ટાઇમ પર્સન ઑફ ધ યર

યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા ટાઇમ પર્સન ઑફ ધ યર


યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી તેમ જ સ્પિરિટ ઑફ યુક્રેનને ટાઇમ મૅગેઝિને પર્સન ઑફ ધ યર ૨૦૨૨ માટે પસંદ કર્યા છે. ટાઇમ મૅગેઝિને નવા અંકમાં ઝેલેન્સ્કીને કવર પેજ પર સ્થાન આપ્યું છે. રશિયાએ કરેલા આક્રમણ વચ્ચે તેઓ ૧૦ મહિનાથી મજબૂતી સાથે પોતાના દેશ અને દેશવાસીઓ સાથે ઊભા રહ્યા છે.

નોટબંધી મામલે સુપ્રીમ કોર્ટે માગ્યા રિપોર્ટ



સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કેન્દ્ર અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ)ને  ૨૦૧૬માં સરકારના ૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની ચલણી નોટને ચલણમાંથી દૂર કરવાના નિર્ણયને સંબંધિત તમામ રેકૉર્ડને રેકૉર્ડ પર રાખવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ બી. આર. ગવઈ, એ. એસ. બોપન્ના, વી. રામસુબ્રમણ્યમ અને બી. વી. નાગરત્નાની બનેલી આ બેન્ચે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યા બાદ કેન્દ્ર અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના વિદ્વાન સલાહકારોને સંબંધિત રેકૉર્ડ્સ રજૂ કરવા માટે નિર્દેશિત કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ઍટર્ની જનરલે બેન્ચને જણાવ્યું હતું કે તે એક સીલ કવરમાં સંબંધિત તમામ દસ્તાવેજો સુપરત કરશે. કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૬ની આઠમી નવેમ્બરે કરાયેલી નોટબંધીની જાહેરાતને પડકારતી ૫૮ અરજીઓની સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2022 09:05 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK