રશિયાએ કરેલા આક્રમણ વચ્ચે તેઓ ૧૦ મહિનાથી મજબૂતી સાથે પોતાના દેશ અને દેશવાસીઓ સાથે ઊભા રહ્યા છે

યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા ટાઇમ પર્સન ઑફ ધ યર
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી તેમ જ સ્પિરિટ ઑફ યુક્રેનને ટાઇમ મૅગેઝિને પર્સન ઑફ ધ યર ૨૦૨૨ માટે પસંદ કર્યા છે. ટાઇમ મૅગેઝિને નવા અંકમાં ઝેલેન્સ્કીને કવર પેજ પર સ્થાન આપ્યું છે. રશિયાએ કરેલા આક્રમણ વચ્ચે તેઓ ૧૦ મહિનાથી મજબૂતી સાથે પોતાના દેશ અને દેશવાસીઓ સાથે ઊભા રહ્યા છે.
નોટબંધી મામલે સુપ્રીમ કોર્ટે માગ્યા રિપોર્ટ
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કેન્દ્ર અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ)ને ૨૦૧૬માં સરકારના ૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની ચલણી નોટને ચલણમાંથી દૂર કરવાના નિર્ણયને સંબંધિત તમામ રેકૉર્ડને રેકૉર્ડ પર રાખવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ બી. આર. ગવઈ, એ. એસ. બોપન્ના, વી. રામસુબ્રમણ્યમ અને બી. વી. નાગરત્નાની બનેલી આ બેન્ચે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યા બાદ કેન્દ્ર અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના વિદ્વાન સલાહકારોને સંબંધિત રેકૉર્ડ્સ રજૂ કરવા માટે નિર્દેશિત કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ઍટર્ની જનરલે બેન્ચને જણાવ્યું હતું કે તે એક સીલ કવરમાં સંબંધિત તમામ દસ્તાવેજો સુપરત કરશે. કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૬ની આઠમી નવેમ્બરે કરાયેલી નોટબંધીની જાહેરાતને પડકારતી ૫૮ અરજીઓની સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી હતી.

