મંગળવારે સવારે ટૅન્કર ઓમાનના અખાતમાં જોવા મળ્યું હતું. આ જ વિસ્તારમાં અમેરિકાએ નાકાબંધી જાહેર કરી છે.
હોર્મુઝની ખાડી
હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાની નાકાબંધી ૨૪ કલાકની અંદર નિષ્ફળ ગઈ હતી. મિથેનૉલ વહન કરતું ચીનનું પ્રતિબંધિત ટૅન્કર રિચ સ્ટેરી ઈરાનની પરવાનગીથી આ સાંકડા માર્ગમાંથી સોમવારે પસાર થયું હતું. આ ચીની ટૅન્કરને રોકવામાં અમેરિકા નિષ્ફળ ગયું હતું. આ ટૅન્કર પર વર્ષો પહેલાં અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો હતો. આમ છતાં અમેરિકા આ ટૅન્કર પર હુમલો કરવામાં અસમર્થ હતું. ટૅન્કર પહેલાં પર્શિયન ગલ્ફથી હોર્મુઝ સ્ટ્રેટ પાસે પહોંચ્યું હતું. પહેલા પ્રયાસમાં એ હોર્મુઝની સ્ટ્રેટ ઓળંગવામાં નિષ્ફળ ગયું. પછી બીજા પ્રયાસમાં એને સફળતા મળી હતી. એ ચીનના બંદર તરફ જઈ રહ્યું છે.
હોર્મુઝમાંથી સરળતાથી એસ્કોર્ટ કરવામાં આવે એ પહેલાં ચીની ટૅન્કર રિચ સ્ટેરીને શરૂઆતમાં થોડા સમય માટે કેશ્મ આઇલૅન્ડ નજીક રોકી રાખવામાં આવ્યું હતું. મંગળવારે સવારે ટૅન્કર ઓમાનના અખાતમાં જોવા મળ્યું હતું. આ જ વિસ્તારમાં અમેરિકાએ નાકાબંધી જાહેર કરી છે.
