આ પહેલા કિંગ ચાર્લ્સ 3જાએ (King Charles 3rd)રવિવારે બકિંઘમ પેલેસમાં વિશ્વના નેતાઓનું સ્વાગત કર્યું. ત્યાં હાજર અમેરિકન રાષ્ટ્રપતતિ જો બાઈડેને પણ આ અવસરે દિવંગત મહારાણીને અંતિમ શ્રદ્ધાંજલિ (Queen Elizabeth 2 Funeral) આપી.

ક્વીન એલિઝાબેથ 2
મહારાણી એલિઝાબેથ દ્વિતીયના આજે અંતિમ સંસ્કાર (Today is the funeral of Queen Elizabeth 2) થવાના છે. આ પહેલા કિંગ ચાર્લ્સ (King Charles 3) 3જાએ રવિવારે (Sunday) બકિંઘમ પેલેસમાં વિશ્વના નેતાઓનું સ્વાગત કર્યું. ત્યાં હાજર અમેરિકન રાષ્ટ્રપતિ (American President) જો બાઈડેને (Joe Biden) પણ આ અવસરે દિવંગત મહારાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી.
આ દરમિયાન જો બાઇડેને પત્ની જિલ બાઇડેન સાથે લંડનના વેસ્ટમિંસ્ટર હૉલમાં બ્રિટિશ ઝંડાથી લપેટાયેલ તાબૂત તરફ એક ગેલરીમાં ઊભા રહીને પોતાને ક્રૉસ કર્યા અને પોતાના હ્રદય પર હાથ મૂક્યો.
ADVERTISEMENT
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, મહારાણી, જેમની 96 વર્ષની ઉંમરે 8 સપ્ટેમ્બરના મોત થઈ, તેમણે 70 વર્ષ સુધી `સેવાની ધારણા`નું સુંદર ઉદાહરણ રજૂ કર્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ તેમને તેમની માતાની યાદ અપાવી દીધી. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, બકિંઘમ પેલેસ જતા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને આ ટિપ્પણી કરી હતી.
આ પણ વાંચો : Queenને અમિતાભ બચ્ચન સહિત આ બૉલિવૂડ સિતારાઓએ આપી શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો
શોક પુસ્તિકા પર હસ્તાક્ષર કર્યા પછી બાઇડેને કહ્યું કે, "ઇંગ્લેન્ડના બધા લોકો, યૂનાઈટેડ કિંગડમના બધા લોકો, હવે અમારું મન બધાથી જૂદું પડી રહ્યું છે, તમે બધા સૌભાગ્યશાળી છો કે 70 વર્ષ સુધી તમને તેમનું સાંનિધ્ય મળ્યું, આપણને બધાને તેમનો પ્રેમ મળ્યો કારણકે વિશ્વ તેમની માટે બહેતર હતું."
ત્યાર બાદ અમેરિકવ રાષ્ટ્રપતિ બકિંઘમ પેલેસ ગયા, જ્યાં કિંગ ચાર્લ્સે જાપાનના સમ્રાટ નારુહિતોથી લઈને ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રૉન સુધી ડઝનેક નેતાઓ જે મહારાણીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા આવેલાનું સ્વાગત કર્યું.

