આગામી એકાદ દિવસમાં વાટાઘાટો ફરીથી શરૂ થશે. વૉશિંગ્ટનનો સંપર્ક યોગ્ય લોકો દ્વારા કરવામાં આવ્યો છે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનમાં ઈરાન સાથે વાટાઘાટો ફરી શરૂ કરતાં પહેલાં બે શરતો મૂકી છે. ટ્રમ્પની પહેલી શરત એ છે કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ફરીથી ખોલવી જોઈએ. ટ્રમ્પની બીજી શરત એ છે કે ઈરાનના પ્રતિનિધિમંડળને કોઈ પણ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કોર્ઝ (IRGC) તરફથી સંપૂર્ણ અધિકાર હોવો જોઈએ. અમેરિકા અને ઈરાન બન્ને ૭ એપ્રિલે જાહેર કરાયેલા બે અઠવાડિયાંના યુદ્ધવિરામને લંબાવવા માટે વધુ વાટાઘાટો પર વિચાર કરી રહ્યાં છે.
આગામી એકાદ દિવસમાં વાટાઘાટો ફરીથી શરૂ થશે. વૉશિંગ્ટનનો સંપર્ક યોગ્ય લોકો દ્વારા કરવામાં આવ્યો છે, જે સોદો કરવા તૈયાર છે અને વર્તમાન યુદ્ધવિરામ સમાપ્ત થાય એ પહેલાં ડિપ્લોમસી ફરી જીવિત કરી શકે છે. - ડોનલ્ડ ટ્રમ્પ
