નૉર્વેની ઇન્સ્ટિટ્યૂટે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું કે આ પુરસ્કાર એક વાર આપી દીધા પછી કોઈને ટ્રાન્સફર કે શૅર નથી થઈ શકતો
મારિયા મચાડો અને ડોનલ્ડ ટ્રમ્પ
ડોનલ્ડ ટ્રમ્પનું નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાનું ઘેલું હવે જગજાહેર છે. વેનેઝુએલાનાં વિરોધ પક્ષનાં લીડર મારિયા મચાડોને નૉર્વેની નોબેલ ઇન્સ્ટિટ્યૂટે નોબેલ આપ્યો એ તેમને જરાય ગમ્યું નહોતું. જોકે વેનેઝુએલા પર હુમલો કર્યા પછી ટ્રમ્પે મારિયા મચાડો સાથે મળવાની વાત છેડી અને મારિયાએ પણ પોતાને મળેલો શાંતિ પુરસ્કાર ટ્રમ્પને આપવાની વાત કહી હતી.
બે નેતાઓ વચ્ચે થયેલી આ વાતો પછી નૉર્વેની નોબેલ ઇન્સ્ટિટ્યૂટે નિવેદન બહાર પાડ્યું હતું કે ‘એક વાર નોબેલ પીસ પ્રાઇઝની જાહેરાત થઈ જાય એ પછી એના પર કોઈ રોક લાગી શકતી નથી. ન તો એ કોઈ બીજાને ટ્રાન્સફર કરી શકાય છે, ન એ કોઈની સાથે શૅર કરી શકાય છે. ઇન્સ્ટિટ્યૂટનો નિર્ણય ફાઇનલ અને કાયમી રહે છે.’


