લિલીને બનાવનાર વ્યક્તિ મહિને ૨૦,૦૦૦ ડૉલર એટલે કે ૧૬ લાખ રૂપિયા કમાય છે
Offbeat
AI ક્રીએટેડ ડિજિટલ ટ્રાવેલ મૉડલ
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના જમાનામાં રિયલ વ્યક્તિ કરતાં વર્ચ્યુઅલ વ્યક્તિનો દબદબો વધારે હોય એવું બની શકે છે. AI નિર્મિત મૉડલ્સ એનું સૌથી મોટું ઉદાહરણ છે. આ મૉડલ કોઈ રિયલ વ્યક્તિ નથી છતાં તેમની લોકપ્રિયતા અને કમાણી જોઈને ભલભલાને ઈર્ષ્યા આવી જાય! લિલી રેઇન આવી જ એક લોકપ્રિય AI ક્રીએટેડ ડિજિટલ ટ્રાવેલ મૉડલ છે જે મહિને લાખો રૂપિયા કમાય છે. ફૅનવુ નામના એક સબસ્ક્રિપ્શન-બેઝ્ડ સોશ્યલ પ્લૅટફૉર્મ પર લિલી વિશ્વના એકથી એક ચડિયાતા સુંદર ફોટો મૂકે છે. લિલીને બનાવનાર વ્યક્તિ મહિને ૨૦,૦૦૦ ડૉલર એટલે કે ૧૬ લાખ રૂપિયા કમાય છે. કોઈ રિયલ ટ્રાવેલ મૉડલ હોય તો તેને ટ્રાવેલિંગ એક્સપેન્સ, મૅકઅપ અને વૉર્ડરોબમાં ઘણું બધું ઇન્વેસ્ટ કરવું પડે છે, પણ લિલી જેવી AI મૉડલ્સ અમુક ક્લિકથી જ આ કામ કરી લે છે.