અમેરિકાના વિકાસમાં સિંહફાળો આપનારા વૈજ્ઞાનિકો આમ મૃત્યુ પામે અથવા તો ગાયબ થઈ જાય એની પાછળ ઈરાન સમેત ચીન કે રશિયાની ભૂમિકા હોય એવી આશંકા જતાવાઈ રહી છે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના ટોચના વૈજ્ઞાનિકો અને સંશોધકો રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે. આ લોકો ઍરોસ્પેસ, ડિફેન્સ અને અન્ય મહત્ત્વના પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા હતા. ટ્રમ્પ પ્રશાસને હવે આ બાબતે તપાસનો આદેશ આપ્યો છે. આ જ અઠવાડિયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે આ વિશેની માહિતી આપતાં કહ્યું હતું કે ‘જે વૈજ્ઞાનિકો ગાયબ છે અથવા તો તેમના મૃત્યુના સમાચાર છે તેઓ બહુ જ મહત્ત્વપૂર્ણ લોકો હતા. આ ગંભીર મામલો છે અને આવનારા દિવસોમાં આ વિશે વધુ તપાસ કરીને સત્યની ખોજ કરવામાં આવશે. આગામી દોઢ વીકમાં આ વિશેનું વિશ્લેષણ ઉપલબ્ધ કરવામાં આવશે.’
અમેરિકાના વિકાસમાં સિંહફાળો આપનારા વૈજ્ઞાનિકો આમ મૃત્યુ પામે અથવા તો ગાયબ થઈ જાય એની પાછળ ઈરાન સમેત ચીન કે રશિયાની ભૂમિકા હોય એવી આશંકા જતાવાઈ રહી છે.
