સ્પેસ-સ્ટેશનની ટ્રેડિશન અનુસાર બેલ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું
સુનીતા વિલિયમ્સ
ભારતીય મૂળનાં અમેરિકન ઍસ્ટ્રોનૉટ સુનીતા વિલિયમ્સ ગુરુવારે ઇન્ટરનૅશનલ સ્પેસ-સ્ટેશન (ISS) પહોંચી ગયાં છે. રસપ્રદ વાત એ છે કે સુનીતાએ ડાન્સ કરીને ISSમાં પ્રવેશ કર્યો હતો. અંદર પહોંચતાં ISSના અન્ય સભ્યોએ સુનીતા તથા તેમની સાથે આવેલા અન્ય ઍસ્ટ્રોનૉટનું જોરદાર સ્વાગત કર્યું હતું. જોકે આ વેલકમ દરમ્યાન સુનીતા સતત ડાન્સ કરતાં રહ્યાં હતાં. ૫૯ વર્ષનાં સુનીતા ત્રીજી વખત સ્પેસની સફરે પહોંચ્યાં છે. તેઓ સાથે ગણેશજીની મૂર્તિ અને ભગવદ્ગીતા લઈને સ્પેસ-સ્ટેશન પહોંચ્યાં છે. ISSમાં જ્યારે પૃથ્વી પરથી કોઈ નવા મેમ્બર આવે ત્યારે બેલ વગાડીને તેમનું સ્વાગત કરવાની જૂની પરંપરા છે. સુનીતા અને તેમના સાથી ઍસ્ટ્રોનૉટનું પણ બેલ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.