Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > દુબઈના શાસકના નાના ભાઈ શેખ અહમદનું અવસાન, ૧૦ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

દુબઈના શાસકના નાના ભાઈ શેખ અહમદનું અવસાન, ૧૦ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

Published : 22 September, 2026 09:27 AM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શેખ અહમદ બિન રાશિદ અલ મકતૂમનું સોમવારે ૨૧ સપ્ટેમ્બરે નિધન થયું હતું.

શેખ અહમદ બિન રાશિદ અલ મકતૂમ

શેખ અહમદ બિન રાશિદ અલ મકતૂમ


દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમના નાના ભાઈ શેખ અહમદ બિન રાશિદ અલ મકતૂમનું સોમવારે ૨૧ સપ્ટેમ્બરે નિધન થયું હતું. તેમના નિધન બાદ દુબઈમાં ૧૦ દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર એમિરેટ્સમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના ઉપપ્રમુખ અને વડા પ્રધાન તેમ જ દુબઈના શાસક શેખ મોહમ્મદે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘X’ પર તેમના નાના ભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. ૧૯૫૦માં જન્મેલા શેખ અહમદ દુબઈના ભૂતપૂર્વ શાસક સ્વર્ગસ્થ શેખ રાશિદ બિન સઈદ અલ મકતૂમના સૌથી નાના પુત્ર હતા. તેઓ રૉયલ મિલિટરી અૅકૅડેમી સૅન્ડહર્સ્ટમાંથી સ્નાતક થયા હતા અને દુબઈના સેન્ટ્રલ મિલિટરી કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ બન્યા હતા. આ ઉપરાંત તેમણે દુબઈ પોલીસ અને પબ્લિક સિક્યૉરિટીના ડેપ્યુટી ચૅરમૅન તરીકે પણ સેવાઓ આપી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 09:27 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK