સેક્સ માણ્યા વિના જીવવું જરાય હેલ્ધી નથી

ADVERTISEMENT
અલબત્ત, આ તારણ સંશોધકોએ માણસો પર નહીં, વિવિધ પ્રાણીઓની સેક્સલાઇફ અને પ્રજનનક્ષમતાનો અભ્યાસ કરીને કાઢ્યું છે. જળસ્થળ બન્ને પર રહી શકાય એવાં પ્રાણીઓ, માછલીઓ અને સરીસૃપ વર્ગની કેટલીક પ્રાણીપ્રજાતિઓ સેક્સ વિના પણ સર્વાઇવ થતી જોવા મળી છે. કેટલીક પ્રજાતિની માદાને બાળક પેદા કરવા માટે પણ નરની જરૂર નથી. માદા આપમેળે બચ્ચાં પેદા કરી શકે છે. રિસર્ચરોએ આવી પ્રજાતિઓની સંતતિનો અભ્યાસ કરીને નોંધ્યું છે કે જે માદાઓ નર સાથે સંભોગ કરીને પછી સંતાનો પેદા કરે છે તેમની સંતતિ વધુ હેલ્ધી હોય છે. આવી પ્રજાતિઓનું અસ્તિત્વ જોખમમાં નથી. જે પ્રજાતિની માદા આપમેળે સંતાનો પેદા કરે છે તેમની હેલ્થ પણ નર સાથે સંભોગ કરનારી માદાઓ કરતાં નબળી હોવાનું જોવા મળ્યું છે. નર-માદાનો સહિયારો કબીલો બનાવીને રહેવાની વ્યવસ્થા ધરાવતાં પ્રાણીઓનું સ્વાસ્થ્ય, જીવાદોરી અને હૅપિનેસનું પ્રમાણ ત્રણેય વધુ હોય છે.
જપાનની ઓકિનાવા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી ગ્રૅજ્યુએટ યુનિવર્સિટીના સંશોધકોએ કીડી, મધમાખી તેમ જ કેટલીક માછલીઓનો અભ્યાસ કરીને એવી જ પૅટર્ન માણસોને પણ લાગુ પડતી હોવી જોઈએ એવી સંભાવનાઓ જતાવી છે.


