Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પયગંબર પર નિવદેન મામલો: કુવૈતે સુપરમાર્કેટમાંથી ભારતીય પ્રોડક્ટ હટાવી

પયગંબર પર નિવદેન મામલો: કુવૈતે સુપરમાર્કેટમાંથી ભારતીય પ્રોડક્ટ હટાવી

06 June, 2022 07:28 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કુવૈતમાં એક સુપરમાર્કેટે ભારતીય ઉત્પાદનો હટાવી દીધા છે. ઈરાન મધ્ય પૂર્વમાં પયગંબર મુહમ્મદ પર ભાજપના કાર્યકર્તાની ટિપ્પણી પર ભારતીય રાજદૂતને બોલાવવા માટે નવો દેશ બન્યો છે.

કુવૈત માર્કેટ (ફાઈલ ફોટો)

કુવૈત માર્કેટ (ફાઈલ ફોટો)


પયગંબર મુહમ્મદ પર ભાજપના બે નેતાઓની ટીપ્પણીને લઈને ખાડી દેશોની નારાજગીનો મામલો અત્યારે અટકે તેમ લાગતું નથી. કુવૈતમાં એક સુપરમાર્કેટે ભારતીય ઉત્પાદનો હટાવી દીધા છે. ઈરાન મધ્ય પૂર્વમાં પયગંબર મુહમ્મદ પર ભાજપના કાર્યકર્તાની ટિપ્પણી પર ભારતીય રાજદૂતને બોલાવવા માટે નવો દેશ બન્યો છે. ટિપ્પણીઓને ઈસ્લામ વિરોધી ગણાવીને, અલ અરદિયા કો-ઓપરેટિવ સોસાયટીના સ્ટોર્સે ભારતીય ચા અને અન્ય ઉત્પાદનોને ટ્રોલીઓમાં જમા કરાવ્યા છે. સાઉદી અરેબિયા, કતાર અને ક્ષેત્રના અન્ય દેશો ઉપરાંત ઇજિપ્તની અલ અઝહર યુનિવર્સિટીએ ભાજપના પ્રવક્તાના નિવેદનની આકરા શબ્દોમાં ટીકા કરી છે. 

જો કે, ભાજપે કાર્યવાહી કરતા પ્રવક્તા નુપુર શર્માને સસ્પેન્ડ કરી દીધા છે. કુવૈત શહેરની બહારના સુપરમાર્કેટ્સમાં ચોખાની બોરીઓ, મસાલા અને મરચાંની છાજલીઓ પ્લાસ્ટિકની ચાદરથી ઢંકાયેલી છે. અરેબિક ભાષામાં મેસેજમાં લખ્યું હતું કે, "અમે ભારતીય ઉત્પાદનો હટાવી દીધા છે."



એનડીટીવી ડૉટ કૉમ અનુસાર સ્ટોરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) નાસેર અલ મુતૈરીએ એએફપી ન્યૂઝ એજન્સીને કહ્યું, "કુવૈતી મુસ્લિમો તરીકે, અમે પયગંબરનો અનાદર સહન કરી શકીએ નહીં." આ કડીમાં એક અધિકારીએ જણાવ્યું કે કંપની સ્તરે બહિષ્કાર અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નુપુર શર્માની ટિપ્પણીને લઈને મુસ્લિમોમાં ભારે નારાજગી છે. તેમજ તેમની ધરપકડની માંગ કરવામાં આવી હતી.


ભારત સરકારે આ ટિપ્પણીઓને અયોગ્ય અને સંકુચિત ગણાવી છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, નવી દિલ્હી તમામ ધર્મો માટે સર્વોચ્ચ સન્માન ધરાવે છે. તેમણે કહ્યું, "કેટલાક વ્યક્તિઓ દ્વારા આક્રમક ટ્વિટ અને અયોગ્ય ટિપ્પણીઓ આદરણીય વ્યક્તિત્વ વિરુદ્ધ કરવામાં આવી હતી. આ ટિપ્પણીઓ કોઈપણ રીતે ભારત સરકારના વિચારોને પ્રતિબિંબિત કરતી નથી.


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2022 07:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK