Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > દુબઈ કે અબુ ધાબીથી બહાર નીકળવા માટે શ્રીમંત વર્ગ ૩.૨૨ કરોડ રૂપિયા ખર્ચવા તૈયાર

દુબઈ કે અબુ ધાબીથી બહાર નીકળવા માટે શ્રીમંત વર્ગ ૩.૨૨ કરોડ રૂપિયા ખર્ચવા તૈયાર

Published : 04 March, 2026 08:34 AM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુનિયાનાં સૌથી સલામત હોવાનો દાવો કરતાં શહેરોને છોડવા પડાપડી, સાઉદી અરેબિયાની ૧૦-૧૦ કલાકની લાંબી ડ્રાઇવ કરવા તૈયાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દુબઈ અને અબુ ધાબી પર ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ આ શહેરોમાં રહેતા અતિ શ્રીમંત રહેવાસીઓ અને અધિકારીઓએ આ શહેરોમાંથી બહાર નીકળી જવા માટે દોડાદોડી કરી છે. એના કારણે ગલ્ફ ક્ષેત્રમાં પ્રાઇવેટ જેટના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે. અતિ શ્રીમંત લોકો મિડલ-ઈસ્ટમાંથી બહાર નીકળવા માટે પ્રાઇવેટ જેટ ભાડે લેવા માટે ૩,૫૦,૦૦૦ ડૉલર (આશરે ૩.૨૨ કરોડ રૂપિયા) ખર્ચ કરી રહ્યા છે. સાઉદી અરેબિયા જવા માટે ૧૦-૧૦ કલાકની લાંબી ડ્રાઇવ કરવા માટે પણ તેઓ તૈયાર છે જેથી તેઓ ત્યાંથી પ્રાઇવેટ જેટમાં યુરોપ જઈ શકે.

દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ જેવા મુખ્ય ઍરપોર્ટને હુમલાથી થયેલા નુકસાનને કારણે બંધ કરવામાં આવ્યાં છે. આના કારણે પ્રાઇવેટ જેટની માગણી વધી છે. દુબઈ અને અબુ ધાબીમાં રહેતા શ્રીમંતો ત્યાંથી નીકળવા માટે કોઈ પણ રકમ ખર્ચ કરવા તૈયાર છે. ત્યાંથી નીકળીને તેઓ સાઉદી અરેબિયા જઈને ત્યાંથી તેઓ યુરોપ જવા માગે છે.



એક પ્રાઇવેટ બ્રોકરેજ કંપનીએ જણાવ્યું હતું કે શ્રીમંતો તેમની મોંઘી ગાડીઓ અને વૈભવશાળી બંગલાઓ છોડીને ભાગવા તૈયાર છે અને એના સિવાય બીજો વિકલ્પ તેમના માટે બચ્યો નથી. આથી દર કલાકે પ્રાઇવેટ જેટનું ભાડું વધી રહ્યું છે. અમારો સંપર્ક શ્રીમંત પરિવારો અને કૉર્પોરેટ હાઉસો દ્વારા કરવામાં આવ્યો છે. તેઓ આ પ્રદેશમાંથી બહાર નીકળવા માગે છે.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 08:34 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK