તે નિકારાગુઆમાંથી આ ટાઇટલ જીતનારી પહેલી યુવતી બની છે

મિસ નિકારાગુઆ
અલ સાલ્વાડોરની રાજધાની સૅન સાલ્વાડોરમાં શનિવારે રાત્રે યોજાયેલી ૭૨મી ઍન્યુઅલ બ્યુટી પેજન્ટમાં નિકારાગુઆની શેન્નિસ પલાસિયોસને મિસ યુનિવર્સ ૨૦૨૩નો ક્રાઉન પહેરાવવામાં આવ્યો હતો. તે નિકારાગુઆમાંથી આ ટાઇટલ જીતનારી પહેલી યુવતી બની છે. શેન્નિસની જીત સિવાય આ બ્યુટી પેજન્ટમાં અનેક બાબતો પહેલી વખત બની હતી, જેમ કે બે મમ્મીઓ અને બે ટ્રાન્સજેન્ડર મહિલાઓ અને એક પ્લસ-સાઇઝ યુવતીએ ભાગ લીધો હતો. ટૉપ થ્રીમાં આ વખતે થાઇલૅન્ડ અને ઑસ્ટ્રેલિયાની સુંદરીઓએ સ્થાન મેળવ્યું હતું. થાઇલૅન્ડની ઍન્ટોનિયા પોર્સિલ્ડ ફર્સ્ટ રનર-અપ રહી, જ્યારે ઑસ્ટ્રેલિયાની મોરયા વિલ્સન સેકન્ડ રનર-અપ રહી હતી.

