Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્સ્ટાગ્રામની કંપની મેટા સામે અમેરિકામાં તોતિંગ કેસ

ઇન્સ્ટાગ્રામની કંપની મેટા સામે અમેરિકામાં તોતિંગ કેસ

Published : 20 August, 2026 08:34 AM | IST | California
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાળકોને આ પ્લૅટફૉર્મનાં ગુલામ બનાવવાનો આરોપ : જો કંપની હારે તો ૧૩.૪ લાખ કરોડ રૂપિયા સુધીનું નુકસાન ચૂકવવું પડશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


વૉટ્સઍપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા સામે અમેરિકામાં સૌથી મોટો કેસ શરૂ થયો છે. અમેરિકાના ૨૯ રાજ્યોએ સંયુક્ત રીતે કૅલિફૉર્નિયાના ઑક્લૅન્ડમાં ફેડરલ કોર્ટમાં મેટા સામે ખટલો શરૂ કર્યો છે. આરોપ છે કે કંપનીએ જાણીજોઈને એની ઇન્સ્ટાગ્રામ ઍપ એવી રીતે ડિઝાઇન કરી છે કે બાળકો અને ટીનેજરો એના વ્યસની બની જાય છે. જો આ આરોપોમાં કંપની દોષિત સાબિત થાય છે તો એને ૧.૪ ટ્રિલ્યન ડૉલર એટલે કે આશરે ૧૩.૪ લાખ કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે.

અમેરિકામાં નાનાં બાળકો દિવસ અને રાત પોતાના મોબાઇલ ફોનની સ્ક્રીન પર વિતાવે છે. સવાલ એ ઊઠ્યો છે કે શું દરેક ઇન્સ્ટાગ્રામ નોટિફિકેશન બાળકોને અભ્યાસ છોડીને સ્ક્રીન પર ચોંટી રહેવા માટે મજબૂર કરે છે? જો એમ હોય તો એ માત્ર સંયોગ નહીં પણ ઇરાદાપૂર્વકનું કાવતરું હોઈ શકે છે. મેટા પર આરોપ છે કે કંપનીએ બાળકોના પ્રાઇવસી કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને તેમને પોતાના પ્લૅટફૉર્મનાં ગુલામ બનાવ્યાં છે. આ ૬ અઠવાડિયાની જ્યુરી-ટ્રાયલ મેટા સામેનો અત્યાર સુધીનો સૌથી મોટો કાનૂની પડકાર છે.



કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કરતાં કૅલિફૉર્નિયા રાજ્યના મુખ્ય વકીલ મેગન ઓ’નીલે જણાવ્યું હતું કે ‘મેટા સારી રીતે જાણે છે કે ૧૧ અને ૧૨ વર્ષની વયનાં લાખો બાળકો ઇન્સ્ટાગ્રામ પર સક્રિય છે. કાયદા અનુસાર ૧૩ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનું અકાઉન્ટ ન હોવું જોઈએ, પરંતુ મેટાએ આ નાનાં બાળકોને પ્લૅટફૉર્મ પરથી દૂર કરવા માટે કોઈ નક્કર પગલાં લીધાં નથી. કંપની જાણતી હતી કે જો બાળકો નાની ઉંમરે સ્ક્રીનનાં વ્યસની બની જાય છે તો તેઓ જીવનભર એના ગ્રાહકો રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2026 08:34 AM IST | California | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK