Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પૂર્વ પોર્નસ્ટાર મિયા ખલિફા પરણી ગઇ, આ રીતે કર્યું જાહેર

પૂર્વ પોર્નસ્ટાર મિયા ખલિફા પરણી ગઇ, આ રીતે કર્યું જાહેર

Published : 21 April, 2020 03:27 PM | Modified : 21 April, 2020 04:17 PM | IST |
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

પૂર્વ પોર્નસ્ટાર મિયા ખલિફા પરણી ગઇ, આ રીતે કર્યું જાહેર

મિયા ખલિફાએ પોસ્ટ કરેલા વીડિયોમાં તેણે હસબન્ડ શબ્દનો ઉપયોગ કર્યો છે.

મિયા ખલિફાએ પોસ્ટ કરેલા વીડિયોમાં તેણે હસબન્ડ શબ્દનો ઉપયોગ કર્યો છે.


પહેલાં એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકેલી અને બાદમાં સ્પોર્ટ્સ કોમેન્ટેટર તરીકે કામ કરનારી પોર્નસ્ટાર મિયા ખલીફાએ તેના લાંબા સમયથી રહેલા બૉયફ્રેન્ડ રોબર્ટ સેન્ડબર્ગનાં લગ્ન માટેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. તેના લગ્ન જૂનમાં થવાના હતા તેમ તેણે જાહેરાત કરી હતી પણ વાઇરસને પગલે તેણે લગ્ન ટાળ્યા હતા. જો કે સોશ્યલ મીડિયાની તેની આ પોસ્ટ પરથી સાબિત થાય છે કે અને તેણે બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધાં છે. મિયાએ આ જાહેરાત કરીને હજ્જારો લોકોનાં દિલ તોડ્યાં છે.

 
 
 
View this post on Instagram

At least one of us isn’t useless @robertsandberg ?

A post shared by Mia K. (@miakhalifa) onApr 18, 2020 at 1:06am PDT




 મિયાનો બૉયફ્રેન્ડ શેપ છે અને તે મૂળ સ્વીડનનો છે. તેણે મિયાને શિકાગોમાં ડિનર વખતે પ્રપોઝ કર્યું  હતું અને લેબિનિઝ અમેરિકન સ્ટાર મિયાએ આ પ્રસ્તાવ સ્વિકારી લીધો હતો.


રોબર્ટે ઇન્સ્ટાગ્રામ પર ત્યારે પણ લખ્યું હતું કે તેણે મિયાને કેવી રીતે પ્રપોઝ કર્યું હતું. તેઓ શિકાગો ગયા હતા અને સ્મિથમાં ડિનર લઇ રહ્યા હતા જ્યાં તેણે મિયાને પ્રપોઝ કર્યું હતું. મિયાની રિંગ ડ્રાઇડ ઇન્ગ્રેડિન્સની પ્લેટમાં સંતાડેલી હતી અને મિયા એ રિંગ ખાઇ જાત જ્યાં સેન્ડબર્ગે ઘુંટણીયે પડી તેને પ્રપોઝ કર્યું. જુઓ મિયાએ પોસ્ટ કર્યો હતો આ વીડિયો જેમાં તે સેન્ડબર્ગ સાથે આ અનોખી ચેલેન્જ પાર પાડી રહી હતી.

 

જો કે મિયાનો લેટેસ્ટ વીડિયો જોતા તો એમ જ લાગે છે કે તેમણે લગ્ન કરી લીધા છે. તેણે પોસ્ટમાં માય ફિયાન્સ નહીં પણ માય હસબન્ડ એમ લખ્યું છે. મિયાનાં વીડિયોમાં તે ધમાલિયા મૂડમાં દેખાઇ રહી છે અને તેના ચાહકો ચર્ચામાં પડ્યા છે કે સગાઇની તો ખબર હતી પણ આ ફરી પરણી ક્યારે ગઇ. મિયા ખલીફાના આ બીજા લગ્ન છે. આ પહેલા તે ફેબ્રુઆરી 2011માં પોતાના હાઇ સ્કૂલ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી ચૂકી છે. પણ 2014માં બંને અલગ થઇ ગયા અને 2016માં તેમના છૂટાછેડા થઇ ગયા. 2014થી લઇને 2015 વચ્ચે તે એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી હતી.

Whatsapp-channel Whatsapp-channel

21 April, 2020 04:17 PM IST | | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK