અત્યારની સિસ્ટમના કારણે ભારતીય આઇટી પ્રોફેશનલ્સને નુકસાન થઈ રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર
વૉશિંગ્ટનઃ વાઇટ હાઉસે ગ્રીન કાર્ડ્સ માટે દેશદીઠ ક્વોટાની સિસ્ટમને નાબૂદ કરવા માટેના ખરડાને પસાર કરવા માટે અમેરિકન કૉન્ગ્રેસને સપોર્ટ આપ્યો છે. આ ખરડાનો ઉદ્દેશ એ છે કે અમેરિકન કંપનીઓ જન્મસ્થાનના આધારે નહીં, પરંતુ યોગ્યતાના આધારે લોકોની ભરતી કરી શકે. જો આ બિલ પસાર થશે તો હજારો ઇમિગ્રન્ટ્સ, ખાસ કરીને ભારતીય અમેરિકનોને લાભ થશે. ગ્રીન કાર્ડ ઑફિશ્યલી પર્મનન્ટ રેસિડન્ટ કાર્ડ તરીકે ઓળખાય છે. જેનાથી અમેરિકામાં કાયમી રહેવાનો વિશેષાધિકાર મળી જાય છે.
હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં આ અઠવાડિયામાં ઇક્વલ ઍક્સેસ ટુ ગ્રીન કાર્ડ્સ ફૉર લીગલ એમ્પ્લૉયમેન્ટ ઍક્ટ પર મતદાન થશે. નોંધપાત્ર છે કે ભારતીયોએ ગ્રીન કાર્ડ મેળવવા માટે સરેરાશ નવ વર્ષ સુધી રાહ જોવી પડે છે.
અત્યારની સિસ્ટમના કારણે ભારતીય આઇટી પ્રોફેશનલ્સને નુકસાન થઈ રહ્યું છે.