પાકિસ્તાન અધિકૃત ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં હવે પાકિસ્તાનના શાસનથી લોકો ત્રાસી ગયા છે
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાન અધિકૃત ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં હવે પાકિસ્તાનના શાસનથી લોકો ત્રાસી ગયા છે. લોકો પાસે ન તો રોજગાર છે કે ન તો ખાવા-પીવાનો સામાન. પાકિસ્તાન સાથે ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો કોઈ ભોગે રહેવા નથી માગતા. એટલા માટે તેમણે પાકિસ્તાનના શાસન વિરુદ્ધ યુદ્ધ છેડ્યું છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો પાકિસ્તાનથી આઝાદી માગી રહ્યા છે. તેઓ પોતાના ઘર પર ભારતનો ઝંડો લગાવવાની સાથે તેઓ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા લગાવી રહ્યા છે. તેઓ ભારતીય તિરંગો લહેરાવી રહ્યા છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો પોતાને ભારતમાં સમાવવાની માગણી કરી રહ્યા છે.


