જેના પ્રત્યે ગઈ કાલે બીજેપીએ ચિંતા વ્યક્ત કરી હતી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
કૅનેડામાં હિન્દુઓ અને હિન્દુ મંદિરોને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. કૅનેડાની બ્રામ્પ્ટન સિટીમાં શ્રી ભગવદ્ગીતા પાર્કમાં તોડફોડ કરવામાં આવી છે. જેના પ્રત્યે ગઈ કાલે બીજેપીએ ચિંતા વ્યક્ત કરી હતી. વાસ્તવમાં બ્રામ્પ્ટનના મેયર પૅટ્રિક બ્રાઉને એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘અમને ખ્યાલ છે કે તાજેતરમાં અનાવરણ કરાયેલા શ્રી ભગવદ્ગીતા પાર્કની સાઇનમાં તોડફોડ થઈ છે. આ બાબત અમને જરાય સ્વીકાર્ય નથી. અમે પોલીસને વધુ તપાસ કરવા માટે કહ્યું છે. અમારો પાર્ક ડિપાર્ટમેન્ટ આ પાર્કની સાઇનને વ્યવસ્થિત કરવા કામ કરી રહ્યો છે.’
બીજેપીની વિદેશી બાબતોની પાંખના કન્વીનર વિજય ચૌથાઈવાલેએ એને રીટ્વીટ કરી લખ્યું હતું કે ‘કૅનેડામાં હિન્દુ પ્રતીકો પર વધુ એક હુમલો. ઍડ્મિનિસ્ટ્રેશન તરફથી ફક્ત ટ્વીટ, કાર્યવાહી નહીં.’