બુશરાબીબીની તબિયત વિશે પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ પક્ષે ગયા સપ્તાહે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તેમના જીવ સામે ખતરો છે.
ઇમરાન ખાન, બુશરા
કરાચી : ઇમરાન ખાનના પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ પક્ષે ‘એક્સ’ પર આક્ષેપ કર્યો છે કે એક સપ્તાહ પૂર્વે ઇમરાનનાં પત્ની બુશરાને કેમિકલ ભેળવેલું ભોજન આપવામાં આવ્યું હતું, જેથી તેમને પેટ અને ગળામાં બળતરા થઈ હતી. તહરિક-એ-ઇન્સાફ પક્ષે જણાવ્યું કે બુશરા કાંઈ પણ ખાવા માટે અસમર્થ છે અને નાદુરસ્ત છે. ઇમરાન ખાનનાં બહેન ઉઝમા ખાને કોર્ટમાં અરજી કરી ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. અસીમ યુસુફ પાસે બુશરાબીબીના મેડિકલ એક્ઝામિનેશનની માગણી કરી હતી. બુશરાબીબીની તબિયત વિશે પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ પક્ષે ગયા સપ્તાહે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તેમના જીવ સામે ખતરો છે.

