એસસીઆઇઆરએફ (યુએસ કમિશન ફૉર ઇન્ટરનૅશનલ રિલિજિયસ ફ્રીડમ)એ ભારતમાં ધાર્મિક આઝાદી પર ૨૦ સપ્ટેમ્બરે સુનાવણી કરવાની જાહેરાત કરી છે.

પ્રતીકાત્મક તસવીર
વૉશિંગ્ટનઃ યુએસસીઆઇઆરએફ (યુએસ કમિશન ફૉર ઇન્ટરનૅશનલ રિલિજિયસ ફ્રીડમ)એ ભારતમાં ધાર્મિક આઝાદી પર ૨૦ સપ્ટેમ્બરે સુનાવણી કરવાની જાહેરાત કરી છે. ભારતે આ પહેલાં દેશમાં ધાર્મિક આઝાદીના ભંગનો આરોપ મૂકતા યુએસસીઆઇઆરએફના રિપોર્ટ્સને ફગાવી દીધા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન વચ્ચે સક્સેસફુલ દ્વિપક્ષીય મીટિંગ જૂન અને સપ્ટેમ્બર મહિનામાં થઈ છે ત્યારે એવા સમયે યુએસસીઆઇઆરએફએ જણાવ્યું છે કે ધાર્મિક આઝાદીના ભંગની સમસ્યાનો ઉકેલ લાવવા અમેરિકાની સરકાર કેવી રીતે ભારત સરકારની સાથે મળીને કામ કરી શકે એ બાબતે કૉન્ગ્રેસની સુનાવણી છે.