સાઉદી અરેબિયા, કતર અને ઓમાનના નેતાઓએ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને તરત ઈરાન પર હુમલો ન કરવા માટે કન્વિન્સ કરી લીધા છે. તેમણે કહ્યું હતું કે ઈરાનને તેમના સાચા ઇરાદાઓ પુરવાર કરવાનો એક મોકો મળવો જોઈએ.
ડોનલ્ડ ટ્રમ્પ ફાઇલ તસવીર
સાઉદી અરેબિયા, કતર અને ઓમાનના નેતાઓએ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને તરત ઈરાન પર હુમલો ન કરવા માટે કન્વિન્સ કરી લીધા છે. તેમણે કહ્યું હતું કે ઈરાનને તેમના સાચા ઇરાદાઓ પુરવાર કરવાનો એક મોકો મળવો જોઈએ. એ પછી ટ્રમ્પે હુમલો કરવાનું ટાળ્યું હતું. હવે ખાડીદેશોની મધ્યસ્થીથી અમેરિકા તરફથી અટૅકનો ભય તાત્પૂરતો ટળી ગયા પછી અને સાથ મળ્યા પછી ઈરાનમાં સુપ્રીમ લીડર અલી ખામેનેઈએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે દેશમાં હજી સંપૂર્ણપણે હાલત ઠીક નથી. તમામ દેશો પોતાના નાગરિકોને સુરક્ષિત ઈરાનમાંથી બહાર કાઢવા માટે જરૂરી પગલાં લઈ રહ્યા છે. જોકે ન્યુ ઝીલૅન્ડે ઈરાનમાંનું દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે આ શટડાઉન કાયમી નથી.


