ઈલૉન મસ્કની પાર્ટનર શિવોન ઝિલિસે તેમના ચોથા બાળકના જન્મની જાહેરાત કરી છે
ઈલૉન મસ્ક
વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ટેસ્લા કંપનીના માલિક ઈલૉન મસ્કની પાર્ટનર શિવોન ઝિલિસે તેમના ચોથા બાળકના જન્મની જાહેરાત કરી છે. શિવોન ઈલૉન મસ્કની ન્યુરાલિન્ક કંપનીની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આ બાળકનો જન્મ ક્યારે થયો હતો એની જાણકારી આપવામાં આવી નથી.
૨૦૨૧માં મસ્ક અને ઝિલિસ ટ્વિન્સનાં મમ્મી-પપ્પા બન્યાં હતાં. ત્યાર બાદ ૨૦૨૪માં એક દીકરીનો જન્મ થયો હતો. ઈલૉન મસ્કને પહેલી પત્ની જસ્ટિન વિલ્સનથી પાંચ બાળકો છે. આ સિવાય સિંગર ગ્રિમ્સ અને મસ્કનાં ત્રણ બાળકો છે. સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઍશ્લી સેન્ટ ક્લેરે ૧૪ ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે તેના બાળકના પપ્પા ઈલૉન મસ્ક છે. જોકે મસ્કે આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

